જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ ચાંગાણી નામના 55 વર્ષના પટેલ ખેડૂતે પોતાના માથા ઉપર હુમલો કરી લોહી ફૂટ ઇજા કરવા અંગે, અને હાથમાં ફ્રેક્ચર કરી નાખવા અંગે શેઢા પાડોશી પ્રવીણભાઈ જેસાભાઈ મુંગરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરી યાદી ખેડૂત ની વાડીમાં આરોપીએ ખડ નાખ્યું હોવાથી તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું મનદુ:ખ રાખીને આરોપી પ્રવીણ દ્વારા લાકડાના ધોકા વડે માથું ફોડી નાખ્યું હતું, અને લોહીલુહાણ બનાવ્યો હતો ઉપરાંત ફરિયાદી ને હાથના પંજામાં લાકડાનો ધોકો ફટકારી ફ્રેકચર કરી નાખ્યું હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
