જંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલો

દારૂના નશામાં ધાંધલ કરતા શખ્સોને ટોકવા જતાં શ્રમિક લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોક પાસે ગઇકાલે બપોરના સમયે હિંસક મારામારીની ઘટના સામે…

દારૂના નશામાં ધાંધલ કરતા શખ્સોને ટોકવા જતાં શ્રમિક લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોક પાસે ગઇકાલે બપોરના સમયે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં રહીને કારખાનામાં મજૂરી કામ કરતા 28 વર્ષીય ઉમેશભાઈ દૂધનાથભાઈ મહંત નામના યુવાન પર ભોલા નામના શખ્સે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઉમેશભાઈ પોતાના ઘર પાસે હાજર હતા અને ત્યાં બે વ્યક્તિઓ દારૂૂ પીધેલી હાલતમાં અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. આ મામલો થાળે પાડવા માટે ઉમેશભાઈ વચ્ચે પડ્યા હતા, પરંતુ સમાધાન કરાવવું તેમને ભારે પડ્યું હતું.

બન્ને પક્ષો વચ્ચેનો ઝઘડો શાંત પાડવા ગયેલા ઉમેશભાઈ પર ઉશ્કેરાયેલા ભોલા નામના શખ્સે કોઈ કારણ વગર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે યુવાનને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો, જેમાં ઉમેશભાઈને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારપીટના કારણે યુવાનને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવાનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *