મેડિકલ સ્ટોરમાં દવાનો બે મહિનાનો સ્ટોક રાખવા એસોસિએશનનો નિર્દેશ

  ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઇ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. દવા સ્ટોક વધારવા ગુજરાત કેમિસ્ટ એસો. પ્રમુખે સૂચના આપી છે. રિટેલ વેપારીઓને જણાવાયું…

 

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઇ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. દવા સ્ટોક વધારવા ગુજરાત કેમિસ્ટ એસો. પ્રમુખે સૂચના આપી છે. રિટેલ વેપારીઓને જણાવાયું છે કે તેઓ 20 થી 30 દિવસનો સ્ટોક રાખે. તો હોલસેલ વેપારીઓને બે મહિનાનો વધુ સ્ટોક રાખવા નિર્દેશ કરાયો છે. રાજ્યના તમામ દવાના વેપારીઓને આ અંગે સૂચના આપી દેવાઇ છે.

ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે દવાઓના બિઝનેસમાં ગુજરાતમાં થ્રી ટાયર સિસ્ટમ છે.. જેમાં દવાઓ મેન્યુફેક્ચરરના ત્યાંથી ડેપો પર આવે છે. ડેપોમાંથી ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુટરના ત્યાંથી રિટેલરના ત્યાં પહોચે છે. આમાં ત્રણ મહિના સ્ટોક ડેપો પર હોય દોઢ મહિનાનો સ્ટોક ડિસ્ટ્રીબ્યુટર જોડે હોય અને 15 દિવસનો સ્ટોક રિટેલર જોડે હોય છે.. પરંતુ હાલની સ્થિતિને જોતા ડેપો પર ચારથી 6 મહિનાનો સ્ટોક રાખવા, ડિસ્ટ્રીબ્યુટરને 2 મહિનાનો સ્ટોક રાખવા અને રીટેલરને 20 થી 30 દિવસનો સ્ટોક રાખવા કહેવાયું છે.

વર્તમાન સ્થિતિ છે તે જોતા દવાઓની જરૂૂરીયાત વધારે પડી શકે છે તે જોતા આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને એન્ટીબાયોટિક દવાઓની સૌથી વધુ જરૂૂરીયાત પડતી હોય છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી દુનિયાના 93 દેશોમાં દવાઓ સપ્લાય થાય છે.. મહત્વનો મુદ્દો ડિસ્ટ્રીબ્યુશનનો હોવાનું જશુભાઇ પટેલે જણાવ્યું હતું અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કોઇ અછત ઉભી ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *