ભાજપ ડોક્ટર સેલ દ્વારા રવિવારે વિધાનસભા વાઇઝ મેડિકલ કેમ્પ

નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરતમંદ દર્દીઓને નિદાન, સારવાર અને માર્ગદર્શન અને જરૂરી દવાઓ નિ:શૂલ્ક અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરથી તા. ર ઓકટોબર,…

નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરતમંદ દર્દીઓને નિદાન, સારવાર અને માર્ગદર્શન અને જરૂરી દવાઓ નિ:શૂલ્ક અપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરથી તા. ર ઓકટોબર, ગાંધી જયંતિ સુધી ‘સેવા પખવાડા’ તરીકે વિવિધ પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે.

આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો.અતુલ પંડયા અને રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચેતન લાલસેતાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ડોકટર સેલના સંયોજક ડો. પિયુષભાઈ ઉનડકટ, સહસંયોજક ડો. નરેન્દ્રભાઈ વિસાણીની આગેવાનીમાં રાજકોટ શહેરના વિધાનસભા વાઈઝ તા. 28/9/2025 ને રવિવારે સવારે 9.00 કલાકથી નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાશે.

આ મેડિકલ કેમ્પમાં વિધાનસભા-68 પંડિત જવાહરલાલ નહેરૂૂ પ્રા.શાળા નં.67, આર.ટી.ઓ. પાસે, ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુની શેરી ખાતે યોજાશે જેના ઈન્ચાર્જ તરીકે ડો.કિશોર દેવડીયા જવાબદારી આપવામાં આવેલ છે.

વિધાનસભા-69 નો નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ ઉચ્છંગરાય ઢેબર પ્રાથમિક શાળા નં. 90, પ-ગૌતમનગર, ગાંધીગ્રામ પોલીસ ચોકી બાજુની શેરી, ગાંધીગ્રામ ખાતે યોજાશે જેના ઈન્ચાર્જ તરીકે ડો. દેવેશ જોષીને જવાબદારી આપવામાં આવેલ છે. વિધાનસભા-70/71 પંડિત દીનદયાળ ઉપાધ્યાય, પ્રાથમિક શાળા નં.65, શ્રમજીવી સોસાયટી શેરી નં. 4/6 ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાશે જેના ઈન્ચાર્જ તરીકે ડો. નરેન્દ્ર વિસાણી અને ડો.રીંકલ મેઘાણીને જવાબદારી આપવામાં આવેલ છે.

આ તમામ મેડીકલ કેમ્પ તા. 28/9/2025 ને રવિવારે સવારે 9.00 કલાક થી 11.00 કલાક સુધી ઉપરોકત તમામ સ્થળે યોજાશે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર ડોકટર સેલ દ્વારા આયોજીત આ નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પમાં જનરલ પ્રેકટીશનર તરીકે ડો.કિશોર દેવડીયા, ડો.આનંદ ચૌહાણ, ડો.કડીવાર, ડો.જતન પટેલ, ડો.હાર્દિક ટાબલીયા, ડો.દેવેશ જોષી, ડો.ઉત્સવ શાહ, ડો.નીખીલ રાઠોડ, ડો.અતુલ પંડયા, ડો.દર્શિત સોમયા, ડો.નરેન્દ્ર વિસાણી, ડો.રીંકલ મેઘાણી, ડો.જાનકી રાયચુરા, ડો.માધવી સાંચલા, ડો.ચેતના પટેલ, ડો. હિતેન વાઢીયા, અને સ્પેશ્યલીસ્ટ ડોકટર તરીકે ઓર્થો. ડો.મૌલિક ગાંધી, ચાઈલ્ડ- ડો.સાવન, મેડીસીન-ડો.કમલ ભટ્ટ, ગાયનેક-ડો.જયોતિ પટેલ, ઓર્થો. ડો.ભાવેશ સચદે, ચાઈલ્ડ- ડો.વેદાંત પટેલ, મેડીસીન-ડો.પ્રેમ લાલાણી, ગાયનેક-ડો.ઝીંકલ કોટડીયા, ઓર્થો. ડો.અભિષેક ઘેડીયા, ચાઈલ્ડ- ડો.વિવેક પટેલ, મેડીસીન-ડો.ધ્રુવ કોટેચા, ગાયનેક-ડો.રાહુલ સિન્હા, ઓર્થો. નિલ ગોહેલ, અને ડો. અભિષેક તરાવીયા ઉપસ્થિત રહેશે, આ મેડીકલ કેમ્પમાં જરૂૂરીયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર અને માર્ગદર્શન આપી અને જરૂૂરી દવાઓ પણ આપવામાં આવશે. આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા વિધાનસભાવાઈઝ આયોજીત શાળાના આચાર્ય કિશોરભાઈ પટેલ, રજનીકાંત જગતીયા અને પ્રવિણભાઈ ચાવડા સહિત વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી સહિત તમામ મોરચા અને સેલના હોદ્દેદારો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે. આ નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પનો જરૂૂરિયાત મંદ દર્દી નારાયણઓએ વધુને વધુ લાભ લેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *