રણજીત વિલાસ પેલેસમાં ક્ષાત્રત્વની ઝાંખી કરાવતો દીકરીઓને શૌર્યપૂર્ણ તલવાર રાસ

રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાણી સાહેબ કાદમ્બરી દેવી આયોજીત શારદીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની 151 દીકરીઓ દ્વારા તલવાર રાસ, દીવડા રાસ રજુ કરાયા હતાં. આ…

રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાણી સાહેબ કાદમ્બરી દેવી આયોજીત શારદીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની 151 દીકરીઓ દ્વારા તલવાર રાસ, દીવડા રાસ રજુ કરાયા હતાં. આ ઉપરાંત સ્કુટર અને ખુલ્લી જીપમાં પણ અદભૂત કલા રજુ કરવામાં આવી હતી.

દિવડા રાસમાં સ્વયં રાણી સાહેબ કાદમ્બરી દેવીએ ભાગ લીધો હતો. આશૌર્યપૂર્ણ તલવાર રાસ નિહાળવા શારદીય નવરાત્રિ મહોત્સવના બીજા દિવસે ગોંડલ કુમાર સાહેબ જ્યોતિર્મય સિંહજી, દરબાર સાહેબ ઢાંક રાજસિંહજી, ઠાકોર સાહેબ વિરપુર દેવેન્દ્રસિંહજી, કુમાર સાહેબ અંબિકા પ્રતાપ સિંહજી જાડેજા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ગોવિંદભાઈ પટેલ ભરતભાઈ બોઘરા, માધવ દવે ઉપસ્થિત રહ્યા હતાં. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *