રૂા.200 સામે 15 હજાર અને પછી 40 લાખ માંગ્યા

રાજકોટમાં રાક્ષસી વ્યાજ વસુલતા વ્યાજંકવાદીઓ ફાટીને ધૂમાડે મિત્રને આપેલા રૂા.200 તારા હાથમાં આપ્યા, પહેલા 15 હજાર માંગ્યા, પછી કાકા-ભત્રીજાને માર મારી કહ્યું હવે 40 લાખ…

રાજકોટમાં રાક્ષસી વ્યાજ વસુલતા વ્યાજંકવાદીઓ ફાટીને ધૂમાડે

મિત્રને આપેલા રૂા.200 તારા હાથમાં આપ્યા, પહેલા 15 હજાર માંગ્યા, પછી કાકા-ભત્રીજાને માર મારી કહ્યું હવે 40 લાખ આપવા પડશે

સંત કબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા રામજીભાઈ ખેંગારભાઈ મુંધવા(ઉ.44)ના દીકરા કરણ અને તેમના નાનાભાઈ લક્ષમણભાઈ પાસેથી 200 રૂૂપિયાની બદલે 15 હજારની ઉઘરાણી કરી પાઇપ વડે અને ઢીકા પાટુનો મારમારતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રામજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ કાલ તા.25/09ના રાત્રીના સમયે હું અને મારો દિકરો કરણ અને મારો નાનો ભાઇ લક્ષ્મણ ઉર્ફે નાનકો ખેંગારભાઇ મુંધવા ઉભા હતા અને આ અગાઉ આજથી દોઢેક મહિના પહેલા મારો દિકરો કરણ અને તેના મિત્રો વિજયભાઇ ગેલાભાઇ વકાતર (રહે. ગોકુલ આવાસની પાછળ સંતકબીર રોડ રાજકોટ) અને અજીતભાઈ જાદવભાઈ સાનિયા (રહે.ગોકુલનગર આવાસ સંતકબીર રોડ રાજકોટ) બધા દ્રારકાધીશ હોટલ મોમાઈ ડેરીની સામે ત્યા બેસેલ હતા તે વખતે આ વિજયે દિકરા કરણને રૂૂ.200 આપીને કહેલ કે આ પેલા તુ તારી બાજુમા બેસેલ આપણા મિત્ર કેવલને લંબાવી દે મારે તેને આપવાના હતા.

જેથી મારા દિકરાએ આ રૂૂપિયા કેવલને આપેલ હતા જે બાદ થોડાક સમયથી આ ત્રણેય જણા મારા દિકરા પાસે 200 રૂૂપિયાના વ્યાજ પેટે પંદર હજાર આપવા પડશે.જેથી કરણે ભાઈ નાનકાને વાત કરતા નાનકા એ આ વિજયને ફોન કરી વાત કરતા આ વિજયે તોછડાઈથી વાત કરી કહેલ કે તમારા કરણને પૈસા હાથમા લેવાય જ નહિ ને આમ કહેલ અને અવાર-નવાર હેરાન કરવા લાગેલ જેથી મને વાત કરતા ગઇ કાલે રાત્રીના ત્રણેય ઉભા હતા તે વખતે આ ત્રણેય જણા ત્યાથી નીકળેલ અને આ વિજય પાસે લોખંડનો પાઇપ હતો અને અજીત પાસે લાકડાનો ધોકો હતો જેઓ ત્યાંથી નિકળતા અમે તેઓને કહેલ કે આ કરણની પૈસાની મેટર શુ છે પતાવોને જે હોય આ કહેતા વિજયે મને કહેવા લાગેલ કે એને પુછી લો હવે તો ચાલીસ લાખ લેવાના જેથી મે આ બાબતે ચર્ચા કરવાનુ અને સમાધાન કરવાનુ કહેતા અમો ત્રણેયને આ વિજય ગાળો દેવા લાગ્યા હતા.

જેથી અમે ગાળો બોલવાની ના પાડતા તેઓ ત્રણેય જણા ઉશ્કેરાઇ ગયા અને વિજયે પોતાના પાસે રહેલ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો.બાદમાં માણસો ભેગા થઇ જતા ત્યાથી આ ત્રણેય નાસી ગયેલ અને કરણે આ વિજયને આ બાબતનું સમાધાન કરી વાત પુરી કરી નાખવા માંગતો હોય જેથી વિજયને કરણે ઓનલાઇન રૂૂપિયા ત્રણ હજાર આપ્યા છે આમ છતા હેરાન કરતો હતો અને આ તમામ બાબતની જાણ કેવલ પટેલને છે.આ ઘટના મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *