એશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યા

સૂચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો, મિકસ્ડ માર્શલ આર્ટસમાં જીત્યો બ્રોન્ઝ, 4 સિલ્વર અને 2 બ્રોન્જ સાથે મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને આજે એશિયન ગેમ્સ 2026નો ત્રીજો…

સૂચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો, મિકસ્ડ માર્શલ આર્ટસમાં જીત્યો બ્રોન્ઝ, 4 સિલ્વર અને 2 બ્રોન્જ સાથે મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને

આજે એશિયન ગેમ્સ 2026નો ત્રીજો દિવસ છે. આજે 11 અલગ-અલગ રમતોમાં ભારતના એથલીટ એક્શનમાં જોવા મળશે. કબડ્ડીથી લઈને શૂટિંગ અને વુશુમાં ભારતીય ખેલાડીઓ દમ બતાવશે. અત્યાર સુધી ભારતીય શૂટરોએ દમ બતાવ્યો છે. ભારત માટે સૌથી પહેલો મેડલ શૂટિંગમાં 10 મીટર એર રાઈફલ મહિલા સ્પર્ધામાં આવ્યો હતો, જે બાદ ઈલાવેનિલ વલારિવને એકલ સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીતી લીધો હતો.

ભારતે જાપાનના નગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 6 મેડલ જીતી લીધા છે. જેમાંથી 5 મેડલ શૂટર્સે અપાવ્યા છે. એક મેડલ સુચિકા તારિયાલે મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં અપાવ્યો. સોમવારે મેન્સ 10 મીટર રાઈફલ ઈવેન્ટમાં હિમાંશુ ઢિલ્લોન (252.4 અંક) એ સિલ્વર અને રુદ્રાંશ પાટિલ (230.9 અંક) એ બ્રોન્ઝ જીત્યા. ચીનના શેંગ લિહાઓ (254.2 અંક) એ ગોલ્ડ જીત્યો.

સૂચિકા તરિયાલે ઈતિહાસ રચી દીધો છે, તે એશિયન ગેમ્સમાં ભારત માટે ખખઅમાં મેડલ લાવનારી સૌથી પહેલી ખેલાડી બની ગઈ છે. તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિવાય હિમાંશુ ઢિલને પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તો ભારતની પુરુષ કબડ્ડી ટીમે પોતાની પહેલી મેચ જાપાનથી 49-24 ના અંતરથી જીતી લીધી.

ભારત આજે 11 રમતોમાં દાવેદારી પેશ કરશે. આ 11 રમત હોકી, કબડ્ડી, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, વુશુ, સોફ્ટ ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ, ખખઅ અને સપકટકરો છે. શૂટિંગમાં આજે વધુ મેડલ આવી શકે છે. તો સ્વિમિંગમાં ભારતના તરણવીરો ઈતિહાસને બદલવા ઈચ્છશે. 2014 પછી ભારતે એશિયન ગેમ્સમાં તરણવિદ્યામાં કોઈ મેડલ જીત્યો નથી.

ભારત એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં 10મા સ્થાને છે. તેના ખાતામાં હવે 4 સિલ્વર સમેત 6 મેડલ છે. ચીન 14 ગોલ્ડ સમેત 23 મેડલ સાથે પહેલા સ્થાને છે. જાપાન 6 ગોલ્ડ સમેત 21 મેડલ સાથે બીજા અને સાઉથ કોરિયા 4 ગોલ્ડ સમેત 16 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

કબડ્ડીમાં ધમાકેદાર શરૂઆત, જાપાનને કચડ્યું
2026 એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે જાપાનને 49-24 ના અંતરથી હરાવી દીધું. પહેલા હાફમાં ટીમ ઈન્ડિયાએ 31-9 ની લીડ બનાવેલી હતી. બીજા હાફમાં ભારતીય ટીમ હળવી પડતી દેખાઈ, છતાં જાપાનને 25 અંકોના મોટા અંતરથી હાર ઝેલવી પડી. એશિયન ગેમ્સમાં ભારતની આ જાપાન પર કુલ આઠમી જીત છે. જાપાન ક્યારેય એશિયાઈ રમતોમાં ભારતને હરાવી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *