જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.9 ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા એક અવેજી સફાઈ કર્મચારીને એસીબીએ રૂૂ.22,500ની લાંચ લેતા પકડી પાડ્યા પછી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.જામનગરના ગૌરવ5થ પર આવેલા ક્રિકેટ બંગલા નજીકની જામ્યુકોની વોર્ડ નં.9ની ઓફિસ પાસેથી મંગળવારે સાંજે જામનગર એસીબીના સ્ટાફે વોર્ડ નં.9ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા અવેજી સફાઈ કામદારને રૂૂ.22,500ની લાંચ લેતા પકડી લીધા હતા.બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયા પછી બંનેને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
તપાસનીશ એસીબી પીઆઈ (રાજકોટ) દેકાવડીયા એ બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ શખ્સોના રહેણાંકની ચકાસણી ઉપરાંત બેંક ખાતા અંગે પણ તપાસ કરાઈ હતી. જોકે બંને પાસેથી અન્ય કોઈ વાંધાજનક મળ્યું ન હતું.જે બંનેના રિમાન્ડ પુરા થતાં આજે સાંજે અદાલત સમક્ષ ફરી રજૂ કરવામાં આવ્યા હતા, અને બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ફરજ બજાવતા સફાઈ કામદાર રવજી મગનભાઈ પરમાર અને સેનેટરી સબ-ઇન્સ્પેક્ટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ એક ફરિયાદી પાસેથી તેના દાદાની નોકરીમાં સરળતા કરી આપવાના બદલામાં રૂૂપિયા 22,500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ બાબતે એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.