ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશે

સાફ-સફાઈ, બ્રિજ, આવાસ સહિતના પ્રશ્ર્નો ઉઠાવતા સભામાં ભારે તડાપીટ : બે ઈજનેરોને બઢતી અપાઈ કાલાવડ નાકા બહારના જર્જરિત બ્રિજની કામગીરી ફેબ્રુઆરીથી શરૂ કરવા અધિકારીની જનરલ…

સાફ-સફાઈ, બ્રિજ, આવાસ સહિતના પ્રશ્ર્નો ઉઠાવતા સભામાં ભારે તડાપીટ : બે ઈજનેરોને બઢતી અપાઈ

કાલાવડ નાકા બહારના જર્જરિત બ્રિજની કામગીરી ફેબ્રુઆરીથી શરૂ કરવા અધિકારીની જનરલ સભામાં ખાતરી


જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં બે નાયબ ઈનજનેર ને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સફાઈ નો.અભાવ , બ્રીજ, આવાસ સહિત.નાં મુદ્દે વિપક્ષો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા હતા, અને ભારે તડાપીટ બોલાવાઈ હતી. આ ઉપરાંત સેક્રેટરી અને ઓડીટ શાખાના રીક્રુટમેન્ટ રૂૂલ્સ ને પણ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.


જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં , ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન મોદી સહિત ના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. આશિષ જોષી ના માતા, જેનબબેન ખફીના પિતા અને પૂર્વ નગરસેવક ડો. સાવલિયાના અવસાન અંગે શોક ઠરાવ પસાર કરાયો હતો અને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


જામનગર મહાનગર પાલિકાના બે નાયબ ઈજનેર હિતેશ પાઠક (સિવિલ) તથા એન આર દિલિપ (એસ્ટેટ) ને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. આ માટેની દરખાસ્ત અધ્યક્ષસ્થાને થી રજૂ કરવામાં આવી હતી જેને સર્વાનુમત્તે મંજુર કરાઈ હતી. આ પછી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં આનંદ રાઠોડએ ચર્ચામાં જણાવ્યું હતું કે, ગાર્ડન શાખાની કામગીરી સદંતર નબળી અને નિષ્ફળ છે. વૃક્ષોના વાવેતર માં માત્ર ફોટો પડાવી વૃક્ષ વાવી ને ભૂલી જવાય છે. આ શાખામાં અનુભવી અધિકારીને મૂકવા જોઈએ.


અસ્લમ ખિલજીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, કાલાવડ નાકા બહારના જર્જરિત પુલ મુદ્દે ગઈકાલે સહી ઝુંબેશ કરાઈ હતી જે તમામ સહીઓ સાથેનો બંચ મેયરને સુપ્રત કરી સત્વરે આ કામ શરૂૂ કરવા માંગ કરી હતી. તેના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આ બાબત માત્ર જશ ખાટવાનો પ્રયત્ન છે. હકીકતે છ માસ પહેલા જ સત્તાધિશો દ્વારા પુલ બનાવવા માટે કામગીરીનો આરંભ કર્યો હતો. આથી અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે અમારી રજૂઆત ચાર વર્ષથી ચાલે છે. જશ ખાટવા માટે કામ કરવામાં આવતું નથી પરંતુ લોકોની માંગણી છે. તો જેનબબેન ખફીએ પણ કહ્યુ હતુ કે લીંબડ જશ ખાટવાનો શબ્દ પ્રયોગ અવ્યવહારૂૂ છે.આ પ્રશ્ન નાં જવાબમાં અધિકારી ભાવેશ જાની એ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માં ટેન્ડર બધા પડશે અને ફેબ્રુઆરીમાં કામ શરૂૂ થઈ જશે. અલ્તાફ ખફીએ પણ કહ્યું હતું કે આ પ્રશ્ને 2 થી 3 વર્ષથી પોતા ની રજૂઆત છે તેમ જણાવ્યું હતું.


વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડ સોલીડ વેસ્ટ શાખાનાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે ચર્ચા કરી હતી. આજે અનેક સોસાયટીને સફાઈ કામદાર ફાળવાયા નથી. અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર થતો નથી. અનેક વિસ્તારો માં ઓપન પોઈન્ટ પણ નથી. હાલ 1202 કાયમી અને 999 અવેજી કામદારો કામ કરી રહ્યા છે. તો જીઆઈડીસી દ્વારા કેમીકલ્સવાળા ગંદા પાણી ને કેનાલમાં ઠાલવે છે. જે તળાવમાં પહોંચે છે. અને પાણીના તળને બગાડે છે. તેના જવાબમાં અધિકારી ભાવેશ જાનીએ કહ્યુ હતું કે તળાવમાં આવા પાણી પહોંચતા નથી રસ્તામાં જ તેને ડાયવર્ટ કરીને નદીમાં પહોંચાડાઈ રહ્યા છે. અનેક વોર્ડનાં એસએસઆઈ ભ્રષ્ટ્રચાર આચરી રહ્યા છે. કારણ કે કોઈ અધિકારી જાત નિરીક્ષણ માટે જતા નથી. અગાઉના કમિશનરો સુનયના તોમર, પ્રદિપ શર્મા, વીઝીટ કરતા હતાં. આમ તેણે વર્તમાન કમિશનર ઉપર કટાક્ષ કર્યા હતાં.


વિપક્ષના જેનબબેન ખફીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યુ હતું કે રસ્તામાં ખાડા પડે છે તે માટે કોન્ટ્રાકટરને દંડ કરવો જોઈએ અથવા જવાબદાર ઈજનેરની જવાબદારી ફિકસ કરવી જોઈએ. તેવી માંગણી કરી હતી. સત્યમ કોલોનીમાં ખાડાના કારણે બે વ્યકિત એટલે કે પિતા-પુત્ર ના મૃત્યુ થયા હતાં તેના જવાબમાં જણાવ્યુ હતું કે એ દુ:ખદ બનાવ છે પરંતુ ખાડાનાં કારણે નહીં વરસાદી પાણી માં તણાઈ જવા થી મૃત્યુ થયા હતાં. આ પછી મ્યુનિ. કમિશ્નરે જાહેરાત કરી હતી કે ફુડ શાખા એ મેળવેલા ખાદ્યચીજોના નમુના ની તપાસ અને પૃથ્થકરણ માટે જામનગર માં અદ્યતન લેબોરેટરી બનાવાશે. આ પછી સામાન્ય સભા સંપન્ન થઈ હતી.

લાલબુક ધારકોને મળશે આવાસ

વિપક્ષના રચનાબેન નંદાણીયાએ આવાસનાં મકાનોમાં અપૂરતી સુવિધા માટે પ્રશ્ન ઉઠાવી જવાબદાર અધિકારી પાસેથી જવાબો માંગ્યા હતાં. હાલ 6000 મકાનો છે તેમાંથી 87 મકાન ખાલી છે. તેવો જવાબ સ્લમ શાખાનાં અધિકારી અશોક જોષી એ આપ્યો હતો. તો 1404 આવાસ ધારકોને મકાન ફાળવાશે ? તેવા પ્રશ્નનાં જવાબ મા નિયમ રજુ કરી દેવાયા હતાં. આવાસો ભાડે અપાતા હોવા નો મુદ્દો પણ ઉપસ્થિત કરાયો હતો. આ દરમ્યાન સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષ કગથરાએ પણ લાલબુક ધરાવનારા ઓ ને નિયમ મુજબ આવાસ મળશે તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *