શહેરમાં આશૂરાની શ્રધ્ધાભેર ઉજવણી, રાત્રે ભવ્ય ઝુલૂસ નીકળશે

કરબલાના શહીદોને મુસ્લિમ બિરાદરોએ અશ્રુભેર ભવ્ય અંજલિ અર્પી, રાત્રેે ઝુલૂસ બાદ તાજિયા ઇમામખાનામાં પ્રસ્થાપિત કરાશે 10મી મહોર્રમના પવિત્ર ‘આશૂરાહ’ પર્વની આજે શ્રદ્ધા અને અશ્રુભેર ઉજવણી…

કરબલાના શહીદોને મુસ્લિમ બિરાદરોએ અશ્રુભેર ભવ્ય અંજલિ અર્પી, રાત્રેે ઝુલૂસ બાદ તાજિયા ઇમામખાનામાં પ્રસ્થાપિત કરાશે

10મી મહોર્રમના પવિત્ર ‘આશૂરાહ’ પર્વની આજે શ્રદ્ધા અને અશ્રુભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કરબલાના શહીદો ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની યાદમાં મુસ્લિમ સમાજ સંપૂર્ણ શોકમાં ગરકાવ જોવા મળ્યો છે.

ગઈકાલે સાંજે તાજિયા માતમમાં ભાગ લીધા બાદ આખી રાત વિવિધ સ્થળોએ માતમ કર્યા પછી આજે સવારથી ફરી માતમના કાર્યક્રમો શરૂૂ થયા હતા. આજે મોડી રાત્રે તાજિયાને ફરી ફેરવીને ઇમામખાનામાં પ્રસ્થાપિત કરવામાં આવશે.

આજે સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ અરસપરસ ક્ષમાયાચના અને દુઆઓ કરવામાં આવી. કબ્રસ્તાનમાં શ્રાદ્ધ તર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મુસ્લિમ સમાજ દ્વારા જડબેસલાક શોકમય બંધપાળી જાળવીને કરબલાના શહીદોને ભવ્ય અંજલિ અર્પિત કરવામાં આવી છે. નિયાઝ વિતરણ, પઠન અને હુસૈની મહેફિલોની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ હતી.

મહોર્રમ નિમિત્તે અનેક મુસ્લિમ ભાઈ-બહેનો 10 દિવસના રોઝા રાખી રહ્યા છે. ઘણા ભાઈ-બહેનોએ છેલ્લા બે દિવસના રોઝા પણ રાખ્યા હતા. આજે સાંજે ઠેર-ઠેર રોઝા ખોલાવવાના જાહેર કાર્યક્રમો યોજાશે.
જાહેર રસ્તાઓ અને ચોકોમાં સબીલો દ્વારા ઠંડા પીણા, ચા-કોફી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ જાહેર નિયાઝના કાર્યક્રમોનો ધમધમાટ જોવા મળ્યો છે.

આજથી 1388 વર્ષ પહેલાં કરબલા (ઇરાક)ના રેતાળ મેદાનમાં અપાયેલી ભવ્ય આહુતિને યાદ કરતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં કરબલાના શહીદોની સ્મૃતિ જીવંત બની ગઈ છે. તાજિયાના જાહેર દર્શન થઈ રહ્યા છે અને માતમના સ્થળોએ વિના ભેદભાવે લોકો ઉમટી પડ્યા છે. ગુજરાત મિરરની ટીમ આશૂરાહ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણીમાં સહભાગી બનતા તમામ મુસ્લિમ બિરાદરોને હાર્દિક અંજલિ અર્પે છે. આ પર્વ શાંતિ, સંવાદિતા અને ભાઈચારાનો સંદેશ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *