શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક

  રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…

 

રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.
મ્યુનિ.કોર્પોરેશનની યાદી મુજબ શહેરમાં તા.23 ડિસેમ્બરથી તા.29 ડિસેમ્બર દરમિયાન એક અઠવાડીયામાં મેલેરીયા અને ડેંગ્યુના એક-એક કેસ તેમજ ટાઇફોઇડના બે, ઝાડા-ઉલટીના 141, સામાન્ય તાવના 656 તથા શરદી- ઉધરસના 888 કેસ નોંધાયા છે.

આ સાથે વર્ષ દરમિયાન કોર્પોરેશનના ચોપડે મેલેરીયાના 43, ડેંગ્યુના 394, ચિકનગુનીયાનાં 41, કોલેરાના 6, મરડાનો એક, કમળાના 7, ટાઇફોઇડ તાવના 103, ઝાડા-ઉલ્ટીના 12614, સામાન્ય તાવના 24537 અને શરદી- ઉધરસના 51745 મળી 89491 કેસ નોંધાયા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.23/12/24 થી તા.29/12/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 16,509 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2342 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *