દ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણ

બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શેૈક્ષણિક વાતાવરણ ઉભુ કરાશે રાજ્યભરની આંગણવાડીઓને સરકાર દ્વારા વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના આશયથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી…

બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શેૈક્ષણિક વાતાવરણ ઉભુ કરાશે

રાજ્યભરની આંગણવાડીઓને સરકાર દ્વારા વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના આશયથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં 527 આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શૈક્ષણિક રીતે અનુકુળ વાતાવરણ ઉભું કરવાની કામગીરી હાલ કાર્યરત છે.

જેમાં, સ્વતંત્ર મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોમાં જરૂૂરિયાત અનુસાર કેન્દ્રના સર્વાંગી માળખાકીય સુધારણા, રંગકામ તથા જરૂૂરી નાના સમારકામ દ્વારા કેન્દ્રોને નવેસરથી સજાવવામાં આવી રહ્યા છે. આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત સઘન કામગીરી તા. 16 મી ફેબ્રુઆરી સુધી ચાલશે. બાકી કામો પણ સત્વરે પુરા કરવામાં આવશે તેમ પ્રોગ્રામ ઓફિસર,આઈ.સી.ડી.એસ.ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *