ઓનલાઈન મેટ્રિમોનીયલ વેબ્સાઈટ મારફત મોરબીની યુવતી મુંબઈના યુવકના સંપર્કમાં આવ્યા બાદ વાત આગળ વધી હતી અને લગ્નની લાલચ આપી મુંબઈના યુવકે યુવતી પાસેથી અલગ અલગ સમયે રૂૂપિયા 8,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા બાદ લગ્ન નહિ કરી અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો જેથી છેતરાયેલી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેમોરબીના રવાપર રોડ પર વિવેકાનંદનગરની રહેવાસી હાલ હૈદરાબાદ રહેતી દિપ્તીબેન સુરેશભાઈ સેતા (ઉ.વ.36) નામની યુવતીએ આરોપી નિમેશ બાબુભાઈ ચોટલીયા રહે મુંબઈ સીટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2024માં યુવતીના લગ્ન થયા ના હતા.
ત્યારે માતાના ઘરે રહેતી હતી અને જીવનસાથી ડોટ કોમ મેટ્રિમોનીયલ વેબસાઈટ પર બાયોડેટા પ્રોફાઈલ મુક્યો હતો. યુવતીના પિતાએ પણ નિમેશ સાથે વાતચીત કરી હતી અને દરમિયાન પિતાનું અવસાન થયું હતું ઘરેથી લગ્ન માટે થોડું દબાણ હોવાથી નિમેશ સાથે સંબંધ આગળ વધારી લગ્ન નક્કી કરવા વાત કરી હતીનિમેશે ગુગલણી આલ્ફાબેટ કંપનીમાં પ્રોજેક્ટ સંભાળતો હોવાનું અને આઉટ ઓફ ઇન્ડિયા જવાનું જણાવ્યું હતું પરંતુ સગા ભાઈ ડોક્ટર અંકિત ચોટલીયાના મેરેજ હોવાથી પોતે આઉટ ઓફ ઇન્ડિયા જઈ શક્યા નથી જેથી પ્રોજેક્ટની પેનલ્ટી પેટે નાણા ભરવા પડશે અને પોતે આર્થિક સંકડામણ અનુભવતા હોવાનું જણાવ્યું હતું જે પ્રશ્ન હલ થયા પછી લગ્ન કરવા વિચારશે કહ્યું હતું યુવતીને તેની સાથે લગ્ન કરવા હતા જેથી આર્થીક સહાય કરવા નીમેશના વિલે પાર્લે વેસ્ટ કોટક મહિન્દ્રા બ્રાંચના બેંક એકાઉન્ટમાં તા. 15-03-2024 ના રોજ રૂૂ 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા બાદમાં અલગ અલગ સમયે નીમેશના ગૂગલ પે નંબર પર અને નિમેશે આપેલ અન્ય ગૂગલ પે નંબર પર કુલ રૂૂ 8,50,000 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી.
અને બાદમાં વધુ રૂૂપિયાની મદદ કરવાની યુવતીએ ના કહી હતી જેથી યુવતીના મોબાઈલ નંબર પર તેના કોઈ મિત્ર જેનું નામ ચેતન માથુર હતું તેને ફોન કરી નિમેશને રૂૂપિયાની જરૂૂર છે પોતે પણ મદદ કરી છે કહીને નિમેશને આર્થિક મદદ કરવા જણાવ્યું હતું પરંતુ વધુ રૂૂપિયાની સગવડ ના હોવાથી યુવતીએ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા ના હતાબાદમાં નિમેશે તેનો મોબાઈલ નંબર બંધ કરી દીધો અને પરિવારના મોબાઈલ નંબર યુવતી પાસે ના હતા તેના મિત્ર ચેતનનો સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે નિમેશ ચોટલીયા અગાઉ પણ આવી રીતે ફ્રોડ કરેલ છે આમ નિમેશે ફરિયાદી યુવતી સાથે લગ્નની લાલચ આપી અલગ અલગ સમયે રૂૂપિયા 8,50,000 પોતાના અને મિત્રના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લગ્ન નહિ કરી મોબાઈલ બંધ કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
