પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારો

વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો…

વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા

નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો દોડાવાઈ

રાજકોટમાં ગુનેગારોને ખો ભૂલાવવા કામગીરી કરતી પોલીસ જ સુરક્ષિત હોય તેમ બેફામ બનેલા ગુનેગારોને પોલીસનો ભય જ ન હોય તેમ ચાર બુકાનીધારી શખ્સોએ ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોના ઘા કરી પોલીસને પડકાર ફેક્યો હોય આ ઘટના બાદ શહેરભરની પોલીસ તપાસ માં લાગી હતી અને આ કૃત્ય કરનાર નામચીન બુટલેગરના પુત્ર સહીત ચાર શખ્સોની ઓળખ થઇ ગઈ છે જેને પકડવા પોલીસ ટીમ રવાના થઇ છે. આ ઘટનાને પગલે શહેરમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.

લોકોની સુરક્ષાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરતી પોલીસ શહેરમાં બેફામ બનેલા ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં બનેલી આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ રાતે 11 થી 11:30 ની વચ્ચે પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા થયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા. અને આ મામલે તપાસ શરૂૂ કરી છે. આ બનાવથી રાજકોટમાં પોલીસ સુરક્ષિત ન હોય તેવી લોકોકમાં ચર્ચા જાગી હતી. પોલીસ પર પડકારરૂૂપ આ ઘટના બાદ ડીસીપી ક્રાઈમ જગદીશ બંગરવા સહીતના પોલીસ અધિકારીઓ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. અને સીસીટીવી ફૂટેજના આધારે તપસા કરતા નંબર પ્લેટ વિનાના બે એકટીવા ઉપર આવેલ ચાર બુકાનીધારી શખસોએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ મથક ઉપર સોડા બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેકનાર આ લુખ્ખાઓને પકડી કાયદાનું ભાન કરાવવા પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. નંબર પ્લેટ વિનાના એકટીવા ઉપર આવેલ આ લુખ્ખાઓની ઓળખ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જેમાં નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ મહાજન અને તેના સાથે સદામ સહિતના શખ્સોએ આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. સોડા બોટલના ઘા કરનાર 4 શખ્સોને પકડવા ક્રાઈમ બ્રાંચ,એસઓજી, એલસીબી તેમજ પીસીબી અને સ્થાનિક ગાંધીગ્રામ પોલીસની અલગ અલગ 8 ટીમો કામે લાગી હતી જેમાં જેનીશ મહાજન અને તેના સાથે સદામ સહિતના 4 શખ્સો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કોના ઈશારે પોલીસ મથક પર સોડા બોટલના ઘા કરવામાં આવ્યા તે તપાસમાં જણવા મળશે. જેનીશ મહાજન અને તેના સાથે સદામ સહિતના લુખ્ખાઓ કે પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરી કરેલું અડપલું ભારે પડશે પોલીસ આગવી ઢબે સરભરા કરશે.

થોડા સમય પૂર્વે પાસામાંથી છૂટેલા જેનીશે કૃત્ય કર્યુ
ગાંધીગ્રામ પોલીસ મથક પર ગઈકાલે રાત્રીના સમયે સોડા બોટલના ઘા કરનાર શખ્સોને પોલીસની ટીમે ઓળખી લીધા હતાં. જેમાંથી એક શખ્સ નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ હોવાનું બહાર આવ્યું છે. આ જેનીશે ચારેક મહિના પહેલા બે ગંભીર ગુના કરતાં તેમને જુલાઈ મહિનામાં પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ આરોપી જેનીશ થોડા દિવસો પહેલા જ જેલમાંથી છુટી બહાર આવ્યો છે ત્યાં ગઈકાલે તેમના સાગ્રીતો સાથે મળી પોલીસ સ્ટેશન પર સોડા બોટલનો ઘા કરી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *