કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા દર્શનભાઈ ઈશ્વરભાઈ રાજ્યગુરુ નામના 21 વર્ષના બ્રાહ્મણ યુવાને શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. રમેશભાઈ પ્રાગજીભાઈ રાજ્યગુરુએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રણજીતપુર ગામે વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેશુર દેરાજ જામ નામના 31 વર્ષના શખ્સને એલ.સી.બી. પોલીસે રૂૂ. 1,19,800 ની કિંમતની વિદેશી દારૂૂની 124 બોટલ તેમજ મોબાઈલ ફોન સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રહેતા રાજુ માયા મૂન નામના સપ્લાયર શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા ગામેથી પોલીસે મોટરસાયકલ પર વિદેશી દારૂૂની 13 બોટલ સાથે નીકળેલા કાના નથુ ભોચીયા અને જુસબ ઉર્ફે ટીનું ભીખુ મંધરા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 19,500 ની કિંમતની 13 બોટલ દારૂૂ સહિત કુલ રૂૂપિયા 49,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂૂનો આ જથ્થો તેઓએ માળી ગામના દેશુર દેરાજ જામ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસે બંને આરોપીની અટકાયત કરી, દેશુર દેરાજ જામને હાલ ફરાર જાહેર કર્યો હતો. ઓખા મરીન પોલીસે મફતીયા પરા વિસ્તારમાં રહેતા કરીમ બાબુ ભીખલાણી નામના પ્રૌઢને બિયરના બે ટીન સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.
