ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન

ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…

ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં અભાવે મંદગતીથી ચાલતી હોય અરજદારો પુરતી સેવા મેળવી શકતા નથી.

82 ગામડાનો તાલુકો ગણાતાં ગોંડલ માં ખાટલે મોટી ખોટ હોય તેમ છેવાડાનાં માણસની સુવીધા અને વિવિધ યોજનાઓ નાં લાભ માટે મહત્વ ની ગણાતી મામલતદાર તથા પ્રાંત કચેરીમાં છેલ્લા કેટલાક સમય થી કર્મચારીઓ ની ઘટ ને કારણે અરજદારો પરેશાન થઇ રહ્પાછે.

અહી અંદાજે પાંચ નાયબમામલતદાર ની જગ્યા ખાલીછે.નાયબમામલતદાર મહેસુલ વિભાગ નાં સી.જી.પારખીયા ને પ્રમોશન મળતા જગ્યા ખાલી પડીછે. જેને કારણે માથે ચોમાસુ આવી રહ્યુ હોવા છતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કામગીરી ખોરંભાઇ છે.પુરવઠા વિભાગ તથા પ્રાંત કચેરીમાં પણ નાયબમામલતદાર ની જગ્યા ખાલીછે.સર્કલ ઓફિસર ની પોસ્ટ એક વર્ષ થી ખાલી છે.

ઇકેવાયસી ની કામગીરી ચાલુછે.સરકાર સો ટકા નો ટાર્ગેટ આપેછે.પરંતુ સ્ટાફ નાં અભાવે ટાર્ગેટ સિધ્ધ થતો નથી.સરવાળે અરજદારોનો ખો નિકળે છે.ક્લાર્ક તથા રેવન્યુ તલાટીની ઘણી જગ્યાઓ ખાલીછે.તાલુકો મોટો હોય કર્મચારીઓ પર કામગીરીનુ વિષેશ ભારણ રહેતુ હોય ક્યારેક અરજદારોને તોછડાઇ નો ભોગ બનવુ પડેછે.
જીલ્લામાં કોઇ મોટા અધિકારીઓ પધારતા હોય ત્યારે તેની આગતા સ્વાગતા માટે મુખ્યત્વે ગોંડલ ને પસંદ કરાય છે.આવા સંજોગામાં મામલતદાર કે પ્રાંત કચેરીનાં કર્મચારીઓ ને સેવા શ્રુશુષામાં જોતરાવું પડતુ હોય તેનો ભોગ પણ આખરે અરજદારો બનતા હોય છે.વહેલી તકે ખાલી જગ્યાઓ ભરાય તેવી લોકમાંગ પ્રબળ બનીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *