જામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલ

જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેક્ધડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખ્સ દ્વારા…

જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેક્ધડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખ્સ દ્વારા માત્ર ચાર માસના ગલૂડિયાને લાકડાના ધોકાથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, એક શખ્સ પોતાના હાથમાં લાકડાનો ધોકો લઈને ઉપરોક્ત વિસ્તારમાં આવ્યો હતો, અને ત્યાં રહેલા નાનકડા ગલૂડિયા પર બેરહેમીથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના આસપાસના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં ગલૂડિયાને માર મારવામાં આવતો હોવાનો દૃશ્ય જોવા મળતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.

વીડિયોમાં અન્ય શ્વાન પણ ભયભીત થઈને ભાગતા જોવા મળે છે. ઘટનાને કારણે વિસ્તારમાં રહેતા પશુપ્રેમીઓ અને ડોગ લવર્સમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લોકો દ્વારા આ કૃત્યની આકરી નિંદા કરવામાં આવી રહી છે અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયગાળામાં જામનગરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. પશુપ્રેમીઓના જણાવ્યા મુજબ ટૂંકા ગાળામાં પશુઓ પર અત્યાચારનો આ ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે શહેરમાં પશુ સુરક્ષા અંગે ચિંતા વધી છે.

પશુપ્રેમી સંગઠનો અને સ્થાનિક રહિશોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે. પશુપ્રેમીઓનું કહેવું છે કે નિર્દોષ અને અબોલ જીવો પર અત્યાચાર કરનારા તત્વો સામે દાખલારૂૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના આધારે જવાબદાર શખ્સની ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *