પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોત

વિસ્ફોટ બાદ હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પમાં ઘુસી ગયા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર…

વિસ્ફોટ બાદ હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પમાં ઘુસી ગયા

ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 15 સૈનિકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. આ હુમલાને સુનિયોજિત આતંકી કાવતરું માનવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ આતંકીઓએ પહેલા સૈન્ય કેમ્પના એક મહત્વપૂર્ણ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ બાદ સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા. ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબા સમય સુધી અથડામણ ચાલી હતી.

આ હુમલાની જવાબદારી ઝયવશિસ-શ-ઝફહશબફક્ષ ઙફસશતફિંક્ષએ સ્વીકારી છે. સંગઠને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલો તેમની ’સ્પેશિયલ ઇસ્તશહાદી ફોર્સ’ દ્વારા કરવામાં આવ્યો હતો.
બાજૌર વિસ્તાર લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *