મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી

  રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે. આજે 25…

 

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે. આજે 25 સપ્ટેમ્બરની સવારે કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હેમંત ગંધમ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સેમેસ્ટર-5માં અભ્યાસ કરતો હતો. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર નરેશ જાડેજાના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી અભ્યાસમાં નિયમિત હતો અને તેનો કોઈ બેકલોગ પણ નહોતો. CCTVમાં જોવા મળ્યું કે વિદ્યાર્થી કોલેજ બેગ લીધા વિના યુનિવર્સિટીમાં આવ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચીને નીચે છલાંગ લગાવી હતી.

યુનિવર્સિટી તંત્રના જણાવ્યા મુજબ, હાલ શિક્ષણને લગતી કોઈ સમસ્યા સામે આવી નથી. વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત કરીને વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે ગત 19 સપ્ટેમ્બરના રોજ પણ મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના એ-વિંગના દસમા માળેથી મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સૌબર્ણિકાએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. તે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અભ્યાસ કરતી હતી.

આમ, એક જ સપ્તાહમાં બે વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, બંને ઘટનાઓ પાછળનાં કારણો અંગે સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *