કેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યા

કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક 20 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો…

કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક 20 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાંકને પહેલા ગોળી વાગી હતી. ગોળીબાર બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ શિવાંકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો. પોલીસે શિવાંકનો ફોટો શેર કર્યો છે અને લોકો પાસેથી વધુ માહિતી માંગી છે. હજુ સુધી તે વિદ્યાર્થી હતો કે નહીં તે જાણી શકાયું નથી. અજાણ્યા હુમલાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ હુમલાખોરોની શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *