શરૂઆતમાં દાગીના બનાવી પરત આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો
શહેરમાં સોની વેપારીઓનું સોનું કારીગરો ઓળવી અને ચોરી કરી જતા હોવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે. આ કિસ્સામાં સોની વેપારીનું સોનું એક પેઢીમાં કામ કરતા કર્મચારીએ જ ઓળવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મળતી વિગતો મુજબ,પ્રહલાદ પ્લોટ શેરી નં. 31ના ખુણે રહેતા અને દિવાનપરા શેરી નં. 10માં શ્રી હરી બિલ્ડીંગ ખાતે સુવર્ણ જ્યોતિ ક્રિએશનના નામથી સોના-ચાંદી અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગની પેઢી ધરાવતા દિવ્યેશ મહેન્દ્રભાઈ પાટડીયા (ઉ.વ. 50)નું રૂૂા. 91.96 લાખનું સોનું આરોપી રાજેશ હિંમતલાલ આડેસરા ઉર્ફે રાજુભાઈ (રહે. ગીતગુર્જરી મેઈન રોડ, જુના એરપોર્ટ પાસે) ઓળવી ગયાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં દિવ્યેશભાઈએ જણાવ્યું છે કે, દોઢેક વર્ષ પહેલા કે.વી. એન્ડ સન્સ નામની પેઢી ધરાવતા સુનિલ ફીચડીયાને ત્યાં નોકરી કરતા આરોપી સાથે પરિચય થયો હતો. જેને કારણે આરોપીએ તેને સોનાના ચેન બનાવવાના ઓર્ડર આપવાનું શરૂૂ કર્યું હતું. પેમેન્ટ સ્વરૂૂપે આરોપી ફાઈન સોનું આપતો હતો. આરોપી સારી રીતે ધંધો કરતો હોવાથી તેની ઉપર વિશ્વાસ બેસી ગયો હતો. તેને આરોપી પાસેથી શરૂૂઆતમાં 339.810 ગ્રામ ફાઈન સોનું લેવાનું નીકળતું હતું.
ત્યારબાદ કુલ 987.370 ગ્રામ ફાઈન સોનું લેવાનું નીકળતું હતું. જેમાંથી આરોપીએ 382.30 ગ્રામ સોનું પરત આપી દીધું હતું. બાકીનું 605.140 ગ્રામ ફાઈન સોનું આજ સુધી પરત નહીં આપી વિશ્વાસઘાત કરતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ચાવડા અને સ્ટાફે તપાસ કરી હતી.
