જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસમાં બે શખ્સો સામે વધુ એક ફરિયાદ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 24 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદ નો ઉમેરો થયો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 7.43 લાખ નું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સરકાર પક્ષે સીટી બી. ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. ધર્મિષ્ઠાબેન ચૌધરી ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા પ્રિન્સ રાજેશભાઈ ચૌહાણ તેમજ નવાગામ ઘેડમા રહેતા ખુશાલ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બન્ને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 7,43,082 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57 આરોપીઓ સામે 25 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફાઇનાન્સર ઉપર હુમલો
જામનગરના એક ફાઇનાન્સર યુવાનને પૈસા આપવા ભારે પડ્યા છે. ઉછીતા પૈસા લેનાર અને તેના ત્રણ સાગરીતોએ મળીને ફાઈનાન્સરનું માથું ફોડી નાખ્યું છે, જેથી માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને ફાઇનાન્સનો વ્યવસાય કરતા તેજસ રાજેશભાઈ નંદા નામના 28 વર્ષના ભાનુશાળી યુવાને પોતાના માથા પર લોખંડના પાઇપ- લાકડી- ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે રવિરાજ યોગેશભાઈ ડાભી, બનિયા યોગેશભાઈ ડાભી, યોગેશભાઈ ડાભી અને સાગર યોગેશભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથા પર સાત ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદી યુવાને આરોપી રવિરાજ ને 3,000 રૂૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જે રૂૂપિયા પરત માંગવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને આ હુમલો કરી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *