એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી વધુ કિંમત ની જામીન પચાવી પાડવા અંગે જામનગરના એડવોકેટ કિરીટ જોશી ની હત્યા કેસમાં સંડોવાયેલા અને લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસ નાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે આજે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા નામના શખ્સ સામે વિધિવત ગુન્હો નોંધાયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં ત્યાંના રહેવાસીઓ માટે ફાળવવામાં આવેલા કોમન પ્લોટમાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા અને એડવોકેટ કિરીટ જોશી ની હત્યા કેસ માં સંડોવાયેલા આરોપી જયેશ પટેલ ના ભાઈ જામનગર મા રહેતાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ) દ્વારા પાકુ બાંધકામ કરવા ઉપરાંત જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.અહી ધર્મેશ રાણપરીયા (પટેલ) દ્વારા કરવામાં આવતા બાંધકામ અંગે જે તે વખતે ત્યાંના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો આમ છતાં ધર્મેશ રાણપરીયા એ મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં સંડાસ, બાથરૂૂમ તેમજ એક શેડ બનાવી લઈ તેણે આ કોમન પ્લોટ મા કબ્જો જમાવી લીધો હતો.દરમિયાન આ બાબતની જિલ્લા કલેક્ટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજૂઆત પહોંચતા તેની તપાસ શરૂૂ કરવામાં આવી હતી.

જેમાં તથ્ય જણાઈ આવ્યા પછી પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાતાં આજે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી.આ સોસાયટીના કોમન પ્લોટની અંદાજે 965.38 ચોરસ મીટર જગ્યા જેની અંદાજે બજાર કિંમત રૂૂ.5 કરોડ 19 લાખ પપ હજાર છે. તે જગ્યામાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા એ દબાણ સર્જયાની ફરિયાદ બાદ સિટી એ. ડિવિઝનના પી.આઈ. નિકુંજસિંહ એ. ચાવડા એ તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *