સાયલામાંથી વધુ 1.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

દારૂના કટીંગ સમયે એસએમસી ત્રાટકતા બુટલેગરોમાં નાસભાગ, 33 શખ્સો સામે ફરિયાદ 10363 દારૂની બોટલ, ઘઉંની 285 બોરી, 3 વાહન સહિત 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત: હરિયાણાના…

દારૂના કટીંગ સમયે એસએમસી ત્રાટકતા બુટલેગરોમાં નાસભાગ, 33 શખ્સો સામે ફરિયાદ

10363 દારૂની બોટલ, ઘઉંની 285 બોરી, 3 વાહન સહિત 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત: હરિયાણાના બે ઝડપાયા

સાયલા તાલુકાના વાંટાવછ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 42 દિવસમાં ત્રીજીવાર દરોડો પાડયો છે. દારૂૂના કટિંગ સમયે જ એજન્સી ત્રાટકતાં બુટલેગરો નાસભાગ મચી ગઇ હતી. પોલીસે 1.19 કરોડનો દારૂૂની 10,363 બોટલ, વાહનો, રોકડ, ઘઉની બોરીઓ સહિત 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે હરિયાણાના બે શખ્સોને ઝડપી પાડયા છે. આ મામલે પોલીસે 33 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

સાયલા તાલુકાના વાંટાવછ ગામની સીમમાં દારૂૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડયો હતો. એસએમસીની ટીમ ત્રાટકી ત્યારે દારૂૂ ભરેલી ટ્રકમાંથી પીકઅપ વાનમાં કટિંગ કરી દારૂૂ ભરવામાં આવતો હતો. એસએમસીના દરોડાના પગલે બુટલેગરોમાં નાસભાગ મચી હતી.

એસએમસીની ટીમે સ્થળ પરથી દારૂૂની કુલ 10,363 બોટલ (કિં.રૂૂ.1,19,59,900) ટ્રક, પીકઅપ, અને કાર (કુ.કિં. 40 લાખ) તેમજ રોકડ રૂૂપિયા (6500) ઢોરને ચારો આપવાની ઘઉંની 285 થેલીઓ (કુ.કિં.1,42,500) સહિત રૂૂ.1,61,08,900નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. એસએમસીની તપાસ દરમિયાન આરોપીઓએ પશુચારાની આડમાં દારૂૂ ઘુસાડયો હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન રિતેશ ધર્મપ્રક્ષ ડાગર (રહે.હરિયાણા), પંકજ કૃણાલ સિંહ ડાગર (રહે.હરિયાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

જ્યારે દારૂૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરીચા (રહે. સુદામડા), દશરથસિંહ ચંદુભા ઝાલા (રહે. સુદામડા), છત્રપાલ સતુ દરબાર (પીકઅપ ગાડીનો ડ્રાઇવર અને તેનો માલિક), ટ્રક માલિક, એક કાર ચાલક અને બે અજાણ્યા, તેમજ અન્ય કાર અને ત્રણ અજાણ્યા, અન્ય થાર કારચાલક અને બે અજાણ્યા, અન્ય સ્વિફ્ટ કારનો માલિક, બ્લેક ટોયેટા કારનો માલિક, બ્લેક કલરની મહેન્દ્ર થારનો માલિક, તેમજ મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરીચાના 10 જેટલા અજાણ્યા વ્યક્તિઓ, દારૂૂનો જથ્થો ભરી આપી જનાર સોની પંજાબ ખાટે, તેમજ સોનુ શેઠ પંજાબ ખાતેથી ઝડપાયેલા ટ્રકનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર સહિત કુલ 31 લોકો નાસી જનાર તેમજ દરોડા દરમિયાન ઝડપાઈ જનાર બે શખ્સ સહિત કુલ 33 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

સાયલા તાલુકામાં 42 દિવસમાં એસએમસીની ત્રીજી મોટી રેઇડ
સાયલા તાલુકામાં 23મી માર્ચના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી 23.16 લાખની કિંમતનું 30,090 લિટર કેમિકલ જપ્ત કર્યું હતું. ત્યાર બાદ સાયલા તાલુકાના ઢાંકણીયાની સીમમાં એસએમસીની ટીમે 29મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂૂ. 78 લાખનો દારૂૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂૂ.1.31 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ચર્ચા
પોલીસ વર્તુળોમાં ચાલતો ગણગણાટ અને લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર દરોડા દરમિયાન એસએમસીના કર્મીઓ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બુટલેગરોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી નાસી છુટયા હતા. જોકે, એસએમસીના અધિકારીઓને જ્યારે આ અંગે પૃછા કરતા તેમને પથ્થરમારો કે ઘર્ષણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *