શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી…

શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાનો લાગતો આ મૃતદેહ પોસ્ટમોર્ટમ દરમિયાન પુરૂૂષનો હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બનાવ અત્યંત રહસ્યમય અને શંકાસ્પદ જણાતો હોવાથી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. સ્ત્રીના અલંકાર પહેરેલા યુવક સાથે સજાતિય સંબંધ બાંધવા મુદ્દે ગે ટોળકીએ બોદર્થ પદાર્થના ઘા ઝીંકી ખુની ખેલ ખેલ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતક યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી યુવકના મોતનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં મસ્કત ફાટક પાસે કોઈ મહિલાનો કોહવાયેલો મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળતાં શાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જેઠવા તથા રાઇટર પ્રતિપાલસિંહ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતા મૃતકના માથાના વાળ લાંબા અને હાથમાં બંગડી તેમજ પગમાં ઝાંઝરી પહેરી હોવાથી લાશ મહિલાની હોવાનુ લાગતુ હતું. લાશ સાવ કોહવાઈ ગઈ હોવાથી પોલીસે તેને પ્રથમ દ્રષ્ટિએ કોઈ મહિલાનો જ મૃતદેહ માની લીધો હતો. મૃતદેહની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી અને તેની ઓળખ કરવી મુશ્કેલ બની હોય, પોલીસે ભેદ ઉકેલવા માટે લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડી હતી. સિવિલ હોસ્પિટલના પીએમ રૂૂમ ખાતે જ્યારે મૃતદેહ પરથી કપડાં હટાવીને તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે મૃતદેહ યુવકનો હોવાનુ ખુલયુ હતુ અને મૃતક યુવાન આશરે 30 થી 35 વર્ષના હોવાનુ બહાર આવ્યુ હતું. હાલ શાપર પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવાનનું મોત કયા સંજોગોમાં અને કયા કારણોસર થયું છે તેનો સાચો ખુલાસો ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. હાલમાં મૃતકની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારોના ગુમશુદા નોંધ અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં પરતું મૃતક યુવકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાથ પગમાં સ્ત્રીના અલંકાર અને લાંબા વાળ ધરાવતાં યુવક સાથે ગે ટોળકીએ સજાતિય સંબંધ બાંધવા મુદ્દે બોથડ પ્રદાર્થના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી યુવકના મોત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *