ગોંડલ-વીરપુર વચ્ચે ટ્રેન હેઠળ પડતું મૂકી અજાણ્યા યુવાનનો આપઘાત

ગોંડલ અને વીરપુર રેલવે સ્ટેશન વચ્ચે સવારે અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રેલવે પોલીસ દ્વારા આ મામલે…

ગોંડલ અને વીરપુર રેલવે સ્ટેશન વચ્ચે સવારે અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રેલવે પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોત નો ગુનો નોંધીને મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સવારે 09:16 વાગ્યાના અરસામાં વેરાવળ થી રાજકોટ જઇ રહેલી લોકલ ટ્રેન હેઠળ વીરપુર ગોંડલ વચ્ચે આ ઘટના બની હતી. આશરે 25 વર્ષીય અજાણ્યા પુરુષે ત્યાંથી પસાર થતી ટ્રેન નંબર 59422 ની આગળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ ગોંડલના સ્ટેશન માસ્તર દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *