શહેરના ઢેબર રોડ પર આજે સાંજના સમયે રોડની સાઈડમાં ઊભેલી એક રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર-વ્હીલર કારના ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાયો તે સમયે રિક્ષામાં મુસાફરો પણ બેઠેલા હતા. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી મહિલાના જણાવ્યા અનુસાર, તેઓ ઢેબર રોડ પર બાજુમાં ઊભા હતા ત્યારે અચાનક એક ફોર-વ્હીલર બેફામ ઝડપે આવી હતી અને સીધી જ રિક્ષાને ઠોકર મારી હતી.
અકસ્માત સર્જ્યા બાદ આસપાસના લોકોએ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હાથમાં આવ્યો નહોતો.ત્યાંથી ભાગવા જતાં આ કાર ચાલકે સામેથી આવતી અન્ય એક ફોર-વ્હીલરને પણ ટક્કર મારી હતી. બીજી કારના ચાલકોએ પણ તેને રોકવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ અકસ્માત સર્જનાર ચાલક તરત જ ટર્ન મારીને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવને પગલે ઢેબર રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
