Connect with us

રાષ્ટ્રીય

ગામડાની સાધારણ દીકરીએ અસાધારણ સ્વપ્ન કર્યું સાકાર

Published

on

ભારતીય સેનામાં ઉત્તર-પૂર્વ આર્મી સર્વિસ કોર્પ્સ બટાલિયનું નેતૃત્વ કરનાર હિમાચલ પ્રદેશની પ્રથમ મહિલા બની છે સપના રાણા

ગ્રામ્ય જીવન અને પડકારો વચ્ચે પોતાનો અલગ માર્ગ કંડાર્યો એટલું જ નહીં એ માર્ગ પર આત્મવિશ્વાસથી ચાલીને પોતાની મંઝિલ મેળવી છે સપના રાણાએ

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની દીકરી ગાય-ભેસ ચરાવવા જતી,ઘરનું કામ જાતે કરતી,આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી પૈસાની બચત માટે હરહંમેશ પ્રયત્ન કરતી. અન્ય છોકરીઓ જેવી સાધારણ જણાતી આ દીકરી અસાધારણ સફળતા મેળવવાની છે એ કોઈને ક્યાં ખબર હતી? દીકરીની અંદર આકાશમાં ઉડવાના બીજ રોપાયેલા છે એ કોઈને ક્યાં ખબર હતી? રોજબરોજના જીવનમાં પણ અનેક સંઘર્ષનો સામનો કરતા કરતા એક દિવસ એ ઓફિસર બનીને સલામી જીલશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી પરંતુ ખુલ્લી આંખે આકાશમાં ઉડવાના સપના જોતી દીકરીને ખબર હતી કે એક દિવસ પોતાની મહેનત રંગ લાવશે અને સફળતાનું મેઘધનુષ્ય જરૂૂર દેખાશે. આ વાત છે ઊંચી ઉડાન ભરી સ્વપ્નોને સાકાર કરનાર કર્નલ સપના રાણાની.જેમણે યુપીએસસીની તૈયારી દરમિયાન જોઈન્ટ ડિફેન્સ સર્વિસની પરીક્ષા પાસ કરી અને 2004માં લેફ્ટનન્ટ બની. આજે તે ઉત્તર-પૂર્વમાં અજઈ બટાલિયનનું નેતૃત્વ કરે છે અને અનેકને તે માટે પ્રેરણા આપે છે.


સપનાનો જન્મ 1980ના દાયકામાં હિમાચલના નાનકડા ગામમાં થયો હતો, જ્યાં મહિલાઓ અનેક સામાજિક પ્રતિબંધો વચ્ચે જીવતી હતી. ગામની સ્ત્રીઓનું જીવન પશુપાલન કરવું, તેમના માટે ઘાસચારો કાપવો, ભેંસોનું દૂધ દોહવું, રસોઈ કરવી વગેરે પ્રવૃત્તિઓ આસપાસ જ ફરતું હતું. સપના પણ આજ જીવન જીવતી હતી પરંતુ આ જીવન અને પડકારો વચ્ચે તેણે પોતાનો અલગ માર્ગ કંડાર્યો એટલું જ નહીં એ માર્ગ પર ખૂબ જ આત્મવિશ્વાસથી ચાલીને પોતાની મંઝિલ મેળવી. મર્યાદા વચ્ચે રહીને પણ પોતાના લક્ષ્ય સાથે ક્યારેય સમાધાન ન કર્યું, પરિણામરૂૂપ આજે સપનાએ ભારતીય સેનામાં ઇતિહાસ રચ્યો છે.તે ભારતીય સેનામાં બટાલિયનને કમાન્ડ કરનાર હિમાચલ પ્રદેશની પ્રથમ મહિલા બની છે. હાલમાં સપના ઉત્તર-પૂર્વમાં આર્મી સર્વિસ કોર્પ્સ (અજઈ) બટાલિયનનું કમાન્ડિંગ કરી રહી છે.સપના રાણાના પતિ પણ ભારતીય સેનામાં છે અને તેમને એક પુત્રી છે.જો કે, સપના માટે આ સફર ક્યાં સરળ હતી?


સપનાના પિતા શાળાના શિક્ષક અને માતા કૃષ્ણા ઠાકુર ગૃહિણી હતા. ત્રણ ભાઈ-બહેનમાં સપના ભણવામાં ખૂબ હોશિયાર હતી,જ્યારે તેની ઉંમરની છોકરીઓ રમવામાં, કૂદવામાં અને આનંદમાં સમય પસાર કરતી હતી, ત્યારે તે તેની કારકિર્દીની યોજના બનાવતી હતી. તે કોઈપણ બાબતમાં તેના બે ભાઈઓથી ઓછી નહોતી. તે અભ્યાસથી લઈને દરેક બાબતમાં આગળ હતી. અને આ જ કારણ હતું કે 10મા પછી જ્યારે તેમના બંને ભાઈઓ આગળના અભ્યાસ માટે તેમનું નાનકડું ગામ છોડી ગયા ત્યારે તેના માતા-પિતાએ તેને પણ અભ્યાસ માટે બહાર મોકલવાનું પસંદ કર્યું. ધો.10 પછી, જ્યારે સપના વધુ અભ્યાસ માટે હિમાચલ પ્રદેશના સોલન પહોંચી, ત્યારે આર્થિક પરિસ્થિતિની મર્યાદા વચ્ચે પણ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા પરિશ્રમ કર્યો.સોલનમાં રહેતી વખતે તે પોતાનું ભોજન જાતે જ બનાવતી, પૈસા બચાવવા ચાલીને કોલેજ જતી હતી. સપના જ્યારે પણ રજાઓમાં ઘરે આવતી ત્યારે તે તમામ કામ કરતી જે ગામની છોકરીઓ કરતી હતી.ગામડાના વાતાવરણમાં રહેતા માતા-પિતાએ ક્યારેય વિચાર્યું ન હતું કે દીકરી આટલી ઊંચાઈએ પહોંચશે ,પરંતુ તેની મહેનત રંગ લાવી.


હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામની આ દીકરી આજે ભારતીય સેનામાં કમાન્ડિંગ ઓફિસર છે. પોતાની સફળતા બાબત સપના રાણાએ જણાવ્યું કે, ” મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ભારતીય સેનામાં જોડાઈશ. ઇન્ટરમીડિયેટ પછી, સોલનની સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી બાદ એમબીએ કરવા માટે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં એડમિશન લીધું.અભ્યાસની સાથે યુપીએસસીની તૈયારી શરૂૂ કરવા માગતી હતી પરંતુ વચ્ચે જોઈન્ટ ડિફેન્સ સર્વિસની પરીક્ષા આપી અને 2003માં ચેન્નાઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં પસંદગી પામી. 2004માં, ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક મળી. અનેક પરિશ્રમ બાદ મળેલી સફળતા ખરેખર આનંદ આપે છે.”

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

Published

on

By

હરિયાણામાં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં સતત ત્રીજી વખત કેસરીયો લહેરાયો છે. નાયબ સિંહ સૈની ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ આવતીકાલે શપથ લેશે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક મળી હતી, જેમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં હરિયાણાના પ્રભારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી વિપ્લવ દેબ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. આ બેઠક માટે અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠક પંચકુલાના ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.

ભાજપના અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. પરંતુ પાર્ટીએ ફરી એકવાર નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટરે સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં અમિત શાહે કહ્યું કે આ ભાજપની નીતિઓની જીત છે. ભાજપ સિવાય 80ના દાયકા પછી અન્ય કોઈ પાર્ટીએ ત્રીજી વખત પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી નથી.

નાયબ સિંહ સૈની 12 માર્ચ 2024ના રોજ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેઓ હરિયાણા ભાજપના અધ્યક્ષ હતા. તેઓ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2014માં સૈની નારાયણગઢથી ધારાસભ્ય બન્યા અને પછી 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બન્યા. સૈની અંબાલાના નારાયણગઢથી આવે છે.

ચૂંટણી દરમિયાન ખુદ અમિત શાહે પંચકુલામાં કહ્યું હતું કે નાયબ સિંહ જ મુખ્યમંત્રી રહેશે. 17મી ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ મોટાભાગના ચૂંટણી રાજ્યોમાં સંગઠનથી લઈને વ્યૂહરચના સુધી પાર્ટીની સમસ્યાઓને ઠીક કરવા માટે જવાબદાર છે. તેઓ પાર્ટીમાં ‘ચાણક્ય’ની ભૂમિકા નિભાવતા રહ્યા છે, પરંતુ આ વખતે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને નિરીક્ષક બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ થયું હતું. શું પાર્ટી ફરી આશ્ચર્યજનક ચહેરો લાવવાનું વિચારી રહી છે?

Continue Reading

રાષ્ટ્રીય

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

Published

on

By

એક પ્રાથમિક અને એક માધ્યમિક મતલબ કે એક હાથે આપણે વધુ કામ અને મુખ્ય કામ કરીએ છીએ અને બીજો હાથ રમતમાં જ રહીએ છીએ. મોટાભાગની વસ્તી જમણા હાથનો વધુ ઉપયોગ કરે છે અને ડાબા હાથનો ઓછો ઉપયોગ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, સમગ્ર વિશ્વમાં માત્ર 10 ટકા લોકો જ તેમના ડાબા હાથનો ઉપયોગ મુખ્ય કાર્યો જેવા કે લખવા, ખાવાનું અને અન્ય કાર્યો માટે કરે છે. 90 ટકા લોકો તેમના જમણા હાથનો ઉપયોગ કરે છે. તાજેતરમાં જ જમણા હાથના લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે આ લોકોને ઘણી બીમારીઓનું જોખમ વધારે છે.

જર્નલ ઓફ પબ્લિક હેલ્થના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાબા હાથના લોકોમાં અન્ય લોકો કરતા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે હોય છે. સંશોધકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે કેટલીક પરિસ્થિતિઓમાં, ડાબા હાથના લોકોમાં રોગોની ઘટનાઓ વધુ હોય છે, જો કે આવું શા માટે થાય છે તે સ્પષ્ટ નથી. પરંતુ આ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી પહેલું કારણ આનુવંશિક કારણ એટલે કે આનુવંશિક સમસ્યા છે. આ સિવાય મગજની કનેક્ટિવિટી અને પર્યાવરણીય કારણો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.

સ્તન કેન્સરનું વધુ જોખમ
સંશોધન દર્શાવે છે કે ડાબા હાથે કામ કરતી સ્ત્રીઓને જમણા હાથે કામ કરતી સ્ત્રીઓ કરતાં સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ડાબા હાથની સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ ગર્ભાવસ્થા દરમિયાન એસ્ટ્રોજનના વધતા સંપર્કને કારણે હોઈ શકે છે. વિશ્વભરમાં ડાબા હાથની મહિલાઓમાં પણ કેન્સરના વધુ કેસ જોવા મળ્યા છે.

સ્કિઝોફ્રેનિયા
આ અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ડાબા હાથના લોકો સ્કિઝોફ્રેનિયા (ગંભીર માનસિક બીમારી)થી પીડાય છે. 2019, 2022 અને 2024માં પણ આ અંગે ઘણા સંશોધનો થયા છે. એવું જાણવા મળ્યું છે કે સ્કિઝોફ્રેનિયા બે હાથવાળા લોકો અને ડાબા હાથના લોકોમાં વધુ પ્રચલિત હોઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્ય
આ સાથે ડાબા હાથના લોકોમાં ઘણી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ જોવા મળ્યું છે. જેમાં મૂડમાં ફેરફાર, ચિંતા, નર્વસનેસ, ચીડિયાપણું, બેચેની, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જમણા હાથની સરખામણીમાં વધુ જોવા મળે છે. આવા લોકોમાં ચિંતાની સમસ્યા પણ જોવા મળે છે.

ડાબા હાથના લોકો અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર
તેવી જ રીતે, અન્ય ઘણા ન્યુરોલોજીકલ રોગો ડાબા હાથના લોકોમાં વધુ જોવા મળ્યા છે. જેમાં અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ઓટિઝમ, ડિસપ્રેક્સિયાનો સમાવેશ થાય છે. આ સંશોધનોમાં, વાસ્તવિક પુરાવા મળ્યા છે કે ડિસ્લેક્સિયાવાળા બાળકોમાં, ડાબા હાથના બાળકો વધુ જોવા મળ્યા છે.

ડાબા હાથના લોકો અને હૃદય રોગ
18 થી 50 વર્ષની વયના 379 પુખ્ત વયના લોકો પર હાથ ધરવામાં આવેલા સંશોધનના પરિણામો દર્શાવે છે કે ડાબા હાથના લોકોને હૃદય રોગનું જોખમ વધારે હોય છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો ડાબા હાથે કામ કરે છે તેઓ જમણા હાથે કામ કરતા લોકો કરતા સરેરાશ 9 વર્ષ વહેલા મૃત્યુ પામે છે. જો કે, સંશોધકોને આ બીમારીઓ અને ડાબા હાથના દેખાવ વચ્ચે કોઈ સીધો સંબંધ મળ્યો નથી. પરંતુ આ સંશોધન આશ્ચર્યજનક છે.

Continue Reading

રાષ્ટ્રીય

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

Published

on

By

કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. દેશના લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ રીતે, ભારત સરકારે લગભગ 49 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કર્યો છે. કમ સે કમ સરકારે તહેવારોની સિઝનમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીની વ્યવસ્થા કરી છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થયું છે અને આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં મોટો વધારો મળશે કારણ કે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2024થી લાગુ ગણવામાં આવશે. આને કારણે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના હકદારને જુલાઈથી સપ્ટેમ્બર સુધી વધેલું એરિયર્સ મળશે. સરકારી કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાનો આ સમય સારો છે કારણ કે હવેથી માત્ર 15 દિવસ પછી જ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

કેબિનેટના નિર્ણયમાં કોસ્ટલ શિપિંગ બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બિલ, કોસ્ટલ શિપિંગ બિલ 2024 દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને કેવી રીતે ફાયદો થશે તેની પણ કેબિનેટ બ્રીફિંગમાં જાહેરાત કરવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં રવિ પાકની MSP વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે. 6 રવિ પાકોની MSP 2% થી વધારીને 7% કરવામાં આવી છે અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ પર મહત્તમ વધારો કરવામાં આવ્યો છે.

Continue Reading
ગુજરાત1 min ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત2 mins ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત4 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત4 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત8 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત2 hours ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય2 hours ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન3 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending