ગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યો

ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં દારૂડીયાના ડખ્ખામાં વચ્ચે પડેલા શાપર-વેરાવળના વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…

ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં દારૂડીયાના ડખ્ખામાં વચ્ચે પડેલા શાપર-વેરાવળના વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતાં પ્રેમજીભાઈ ખીમજીભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃધ્ધ ગોંડલમાં માંડવી ચોકમાં આવેલ ફીશ માર્કેટ પાસે હતાં ત્યારે બપોરના અરસામાં દારૂડીયા શખ્સે ઝઘડો કરતાં હતાં જેથી પ્રેમજીભાઈ રાઠોડ જે ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતાં અજાણ્યા શખ્સોએ માર મારી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપરમાં રહેતાં ચંદાબેન વિજયભાઈ સોંઢા (ઉ.35) સંધ્યા ટાણે પોતાના ઘર પાસે હતાં ત્યારે બકરા ઘરમાં ઘુસી જતાં તેને પથ્થર મારી બહાર કાઢતાં હતાં ત્યારે બકરાના માલિક સુરેશ અને શત્રુ સહિતના શખ્સોએ ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. મહિલાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *