જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક…

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે.

જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક શેરી નંબર બે માં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉંમર વર્ષ 39) કે જે બે દિવસ પહેલાં પોતાના ઘેરથી નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયા હતા. જેનો આજ દિન સુધી કોઈ પતો નહીં સાંપડતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

ગુમ થનાર વિજયસિંહ ઝાલાની તેમના સગા સંબંધીઓ સહિત અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી તેનો પત્તો નહીં સાંપડતાં આખરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો છે, અને ગુમ નોંધ કરાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *