આનંદનગરમાં ફિનાઈલ પી લેનાર વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો

શહેરમાં નિલકંઠ સિનેમા સામે આવેલા આનંદ નગરમાં રહેતા વૃદ્ધે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી…

શહેરમાં નિલકંઠ સિનેમા સામે આવેલા આનંદ નગરમાં રહેતા વૃદ્ધે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ ઉપર નિલકંઠ સિનેમા સામે આવેલા આનંદ નગરમાં રહેતા બચુભાઈ જીવરાજભાઈ તલસાણીયા નામના 86 વર્ષના વૃદ્ધે બે દિવસ પૂર્વે બપોરના સમયે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. આધેડને સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. અન્ય બનાવમાં ગાયકવાડી વિસ્તારમાં આવેલા કિટિપરામાં રહેતા અમિતભાઈ ભગુભાઈ વઢવાણિયા ઉ.વ.37 અને આરટીઓ ઓફિસની બાજુમાં આવેલ મનહર સોસાયટીમાં રહેતી કનકબેન જયંતિભાઈ કટારિયા ઉ.વ.48નું પોતપોતાના ઘરે બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતાં બન્ને પરિવાર શોકમા ગરકાવ થઈ ગયા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *