વિરડાવાજડીમાં અકસ્માતે ગબડી પડેલા વૃધ્ધે સારવારમાં દમ તોડ્યો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિરડાવાજડી ગામે રહેતા વૃધ્ધ અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ…

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિરડાવાજડી ગામે રહેતા વૃધ્ધ અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિરડાવાજડી ગામે રહેતાં કલાભાઈ મંગાભાઈ વાઘેલા નામના 80 વર્ષના વૃધ્ધ ચાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતાં ત્યારે અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં રૈયાગામમાં રહેતી રેખાબેન બાબભાઈ પરમાર નામની 26 વર્ષની યુવતીએ બિમારીથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. જ્યારે જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી ગાંધી સોસાયટીમાં રહેતાં ઈકબાલ હમીરભાઈ મકવાણા નામના 33 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *