ગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયું

સિંહણે નીચે ઉતારવા અનેક પ્રયાસો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયેલા પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક…

સિંહણે નીચે ઉતારવા અનેક પ્રયાસો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયેલા પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક સિંહબાળ ઝાડ પર ચડી મસ્તી કરતું જોવા મળ્યું, જ્યારે બે સિંહણો તેની સંભાળ રાખતી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પ્રવાસીઓએ બે સિંહણો અને બે સિંહબાળના એક જૂથને જોયું હતું. આશરે છ માસનું એક સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડ્યું હતું. સિંહબાળ ઝાડ પર સલામત છે કે નહીં તે જોવા માટે બંને સિંહણો વારાફરતી તેની પાસે આવી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહણો સિંહબાળના જન્મથી લઈને દોઢ વર્ષ સુધી તેમની ખૂબ સંભાળ રાખે છે. છ માસના થયા પછી સિંહણો તેમને પોતાની નજર સામે રમવા અને મસ્તી કરવા દે છે. તેઓ શિકાર કરવાનું અને મારણ ખાવાનું પણ શીખવે છે.

દોઢ વર્ષના થયા પછી સિંહબાળને શિકાર કરવાનું શીખવવામાં આવે છે. બે વર્ષથી ઉપરના સિંહબાળને ’પાઠડા’ ગણવામાં આવે છે. ત્રણ વર્ષનો પાઠડો સિંહ પોતાની ટેરિટરી બનાવવાનું શરૂૂ કરે છે. વાયરલ થયેલો આ વીડિયો ગીર અભ્યારણના ડેડકડી જંગલ વિસ્તારનો હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *