જામનગરમાં કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ બનાવવામાં આવશે

  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22498 કરોડની જોગવાઇ બજેટમા કરવામા આવી છે જેમા ખેડૂતોને વીજ સહાય માટે રૂ. 10613 કરોડ,…

 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22498 કરોડની જોગવાઇ બજેટમા કરવામા આવી છે જેમા ખેડૂતોને વીજ સહાય માટે રૂ. 10613 કરોડ, ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ. 800 કરોડ, મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે રૂ. 122 કરોડ , વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ. 590 કરોડ તથા અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે રૂ. 82 કરોડની જોગવાઇ કરવામા આવી છે.

નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે રૂ. 73 કરોડ, ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત રૂ. 40 કરોડ, ખેડૂત સુવિધા રથ માટે રૂ. 19 કરોડ , જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10 કરોડની જોગવાઇ બજેટમાકચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન તથા બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂ. 605 કરોડની જોગવાઇ.

બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂૂમ એકમો ઊભા કરવા રૂ. 30 કરોડની જોગવાઇ.

કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ રૂ. 1000 કરોડની જોગવાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *