KBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચી

’કૌન બનેગા કરોડપતિ સીઝન 18’ ના નવીનતમ એપિસોડની શરૂૂઆતમાં અમિતાભ બચ્ચને પોતાની ઇજા અંગે ખુલાસો કર્યો હતો. સામાન્ય રીતે તેઓ સ્ટેજની મધ્યમાં ઊભા રહીને શોની…

’કૌન બનેગા કરોડપતિ સીઝન 18’ ના નવીનતમ એપિસોડની શરૂૂઆતમાં અમિતાભ બચ્ચને પોતાની ઇજા અંગે ખુલાસો કર્યો હતો. સામાન્ય રીતે તેઓ સ્ટેજની મધ્યમાં ઊભા રહીને શોની શરૂૂઆત કરે છે, પરંતુ આ વખતે તેમણે બેસીને શરૂૂઆત કરવાનો નિર્ણય લીધો. પ્રેક્ષકોને આ અંગે જણાવતાં તેમણે કહ્યું, “હું સામાન્ય રીતે સ્ટેજની મધ્યમાં ઊભો રહીને મારું એકપાત્રી નાટક રજૂ કરું છું, પરંતુ ગઈકાલે શૂટિંગ દરમિયાન લપસી પડવાથી મારા ઘૂંટણમાં વાગ્યું છે અને દુખાવો થઈ રહ્યો છે.”

મેગાસ્ટારે પોતાના ચાહકોને આશ્વાસન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે ઇજા બહુ ગંભીર નથી. તેમણે ઉમેર્યું કે તેઓ ઊભા રહીને પણ રજૂઆત કરી શક્યા હોત, પરંતુ ઊભા રહેવામાં થોડી અસ્વસ્થતા હોવાના કારણે તેમણે બેસીને જ શો શરૂૂ કરવાનું યોગ્ય માન્યું. બિગ બી માટે શૂટિંગ દરમિયાન ઇજા થવી આ પહેલી વાર નથી. આ પહેલાં માર્ચ 2023 માં હૈદરાબાદ ખાતે ’કલ્કી 2898 અઉ’ ના એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે તેમની જમણી પાંસળીમાં ફેક્ચર થયું હતું અને સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. તે સમયે ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ડોક્ટરોની સલાહ મુજબ શૂટિંગ અટકાવીને તેમણે આરામ કર્યો હતો અને સાજા થયા બાદ ફરી કામ શરૂૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *