મંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરાર

લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો 150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા…

લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો

150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા અને નવાગામમાં બી.ડી.ગજેરા નામની ચાંદીની પેઢી ધરાવતા ભરતભાઈ દિનેશભાઈ ગજેરા(ઉ.45)પાસેથી 55.46 લાખનું 38 કિલો ચાંદીના દાગીના વ્યાપાર કરવા માટે મેળવી તેના પૈસા પરત નહીં આપી છેતરપિંડી કરતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ભરતભાઇ ગજેરાએ સોરઠીયાવાડી સર્કલ પાસે મેહુલનગરમાં રહેતા સંજયભાઈ બારોટ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.ભરતભાઈએ જણાવ્યું હતું કે,હું નવાગામ આણંદપર ખાતે સાગર ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોનમા બી.ડી. ગેજેરા નામે બે વર્ષથી ચાંદીનુ કારખાનુ ધરાવી વેપાર ધંધો કરૂૂ છુ.

આજથી આઠેક મહિના પહેલા મારે ચાંદીકામના કારખાનામા કારીગરોની જરૂૂર હોય જેથી અમારે ત્યા કામ કરતા કારીગર નીરજભાઈ બંગાળી ના ઓળખીતા સંજયભાઇ બારોટને મારા કારખાનામાં બોલાવી તેમની ઓળખાણ કરાવી હતી અને મને નિરજભાઇએ જણાવેલ કે હવે આ લેબર પુરા પાડવાનુ કામ આ સંજયભાઈ બારોટ સંભાળશે જેથી મે આ આ કામ આપવાની હા પાડતા સંજયભાઇએ એકાદ અઠવાડીયા બાદ મારા કારખાનામા લેબર પુરા પાડવાનુ કામ સંભાળી લીધેલ હતુ.

સંજયભાઇ ચાંદીના દાગીના બનાવડાવી તેમા ફાઇલીંગ તથા બફ કામ કરાવી અમને તૈયાર દાગીના જમા કરાવતા જે દાગીનામા અમે પેકીંગ કરી ઓલ ઇન્ડીયામાં માર્કેટીંગ કરી સેલીંગ કરતા હતા.
જુન-2025 મહિનામાં આશરે 100 કિલો જેટલો ચાંદીનો કાચો માલ સંજયભાઇને આપેલ તેમા આ સંજયભાઇએ લેબર દ્વારા ફાઇલીંગ તથા બફકામ કરાવી અમને પુરેપુરો માલ જમા આપેલ હતો.થોડા દિવસો પછી કહેલ કે મારે તમારા દ્વારા તૈયાર થતા ચાંદીના દાગીના ટ્રેડીંગનું કામ સંભાળવું છે.

જેથી મે તેમના ઉપર વિશ્વાસ રાખી કટકે કટકે આશરે 38 કિલો 131 ગ્રામ 92.5 ટચના તથા 70 ટચના તૈયાર ચાંદીના દાગીના જેના કુલ રૂૂ.71 66 540/- ના ચાંદીના દાગીના વેચાણ કરવા માટે આપ્યા હતા.જેમાથી સંજયભાઇએ દાગીના વેચી મને તા.19/11/25 થી તા.22/12/25 સુધીમા કટકે કટકે રૂૂ.16,20,000/-રોકડા આપેલ હતા બાદમાં બાકી રહેતી રકમ રૂૂ.55,46,540/- રૂૂપિયા મારે લેવાના નીકળતી હોય તે પરત ના આપતા અને બહાના બતાવતા અંતે કુવાડવા પોલીસમાં સંજય બારોટ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *