પ્રથમ વખત આવો પ્રયોગ મેચમાં થયો
ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ ટી-20 વર્લ્ડ કપ 2026માં મેચમાં કોઈ ખામીઓ કે સમસ્યાઓ ન રહે તે માટે, યુનાઇટેડ સ્ટેટ્સથી ખાસ વસ્તુ મંગાવવામાં આવી છે, જેને મેચ પર નોંધપાત્ર અસર કરી. હકીકતમાં પ્રથમ વખત ચેન્નાઈના સ્ટેડિયમમાં બીજા દાવ દરમિયાન ઝાકળનો સામનો કરવો ન પડે તે માટે પહેલી વખત અમેરિકાથી ખાસ કેમિકલ મંગાવવામાં આવ્યું જેનો ઉપયોગ પ્રથમ વખત આ મેચમાં કરવામાં આવ્યો હતો.
ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ છે. સાંજે ચેપોક મેદાન પર ઝાકળ ઘણીવાર નોંધપાત્ર અસર કરે છે, જે ઘણીવાર મેચોના રીઝલ્ટને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ અસરને ઓછી કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, સ્ટેડિયમનું સંચાલન કરતી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ અમેરિકાથી ઝાકળ દૂર કરવા માટે એક ખાસ કેમિકલ મંગાવ્યું છે. ડ્યૂ ક્યોર નામનું આ કેમિકલ મેદાનમાં છાંટવામાં આવ્યું છે. ભારત-ઝિમ્બાબ્વે મેચ પહેલા ગ્રાઉન્ડ સ્ટાફે સતત બે દિવસ સુધી પાણીમાં ભેળવી આ કેમિકલનો છંટકાવ કર્યો હતો. આ કેમિકલ સાંજે ઘાસ પર પડતા ઝાકળને સૂકવી નાખે છે, જેનાથી મેદાન ભીનું થતું નથી.
