સાળંગપુર ધામમાં અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા

અનંત અંબાણીના 31મા જન્મદિન નિમિતે પરિવાર દ્વારા સેવાકાર્ય: 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ થશે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો આજે એક…

અનંત અંબાણીના 31મા જન્મદિન નિમિતે પરિવાર દ્વારા સેવાકાર્ય: 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ થશે

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો આજે એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર તથા RILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31માં જન્મદિવસના પાવન અવસર પર અંબાણી પરિવારે 10 કરોડ રૂૂપિયા ગૌ-સેવા માટે દાનમાં આપ્યા. આ વિશેષ પ્રસંગે સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની વિશ્વવિખ્યાત 130 વર્ષ જૂની ’DeLaval ’ કંપનીના સહયોગથી 15 કરોડ રૂૂપિયાના કુલ ખર્ચે ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે.

આ ભવ્ય ’શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા’ પરિયોજનાના મુખ્ય યજમાન તરીકે અંબાણી પરિવાર 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સુનિશ્ચિત કરશે અને આ સેવા કાર્યમાં અન્ય કોઈ પણ દાતાનો સહયોગ લેવામાં નહીં આવે. કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અંબાણી પરિવારની ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારોની પ્રશંસા કરતા તેને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો છે, જ્યારે આ અવસરે અનંત અંબાણીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે મંદિર પરિસરમાં વિશેષ ’મારુતિ યજ્ઞ’નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત DeLaval કંપનીના સહયોગથી ₹15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ’મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે. અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય એક ’અવિસ્મરણીય સંભારણું’ બનાવાશે. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં નહીં આવે.

સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, “દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ-શ્ર્લોકા અંબાણી તથા અનંત અને રાધિકા અંબાણી સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે. વધુમાં અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *