અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના સ્ટાફે તાત્કાલિક વચ્ચે પડીને વહીવટદારને બચાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા અંબાજી મંદિરની વહીવટી ઓફિસે મુલાકાત માટે આવ્યા હતા. તેઓ જ્યારે વહીવટદારની ચેમ્બરમાં ગયા, ત્યારે જૂના કેસ બાબતે ચર્ચા શરૂૂ થઈ હતી. વર્ષ 2010-2012 દરમિયાન તે સમયના આચાર્યએ મોદનાથ મિશ્રા સામે એસીબી (અઈઇ) માં ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. પૂર્વ પ્રોફેસરે આ કેસ સંદર્ભે વહીવટદાર પાસે મદદની અપેક્ષા રાખી હતી. જોકે, વહીવટદારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ મેટર હાલ કોર્ટમાં હોવાથી હું કોઈ મદદ કરી શકું તેમ નથી. આ સાંભળતા જ મોદનાથ મિશ્રાનો પિત્તો ગયો હતો અને તેમણે ઉશ્કેરાઈને વહીવટદારનું ગળું પકડી દબાવવાનું શરૂૂ કર્યું હતું.
પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી (ઉયફવિં ઝવયિફિ)ં આપી હતી. ગળું દબાવી રાખતા વહીવટદારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે મંદિરનો સ્ટાફ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને વહીવટદારને તેમના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
