વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં મંગળવાર તા. 3 જી માર્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારે અદ્દભુત જોવા મળશે. ભારત સહિત પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં અવકાશી નજારો જોવા મળશે. આ ગ્રહણ 5 કલાક 39 મિનિટ જયારે ગ્રહણની મધ્ય સ્થિરતા 58 મિનિટ રહેવાની છે. ગ્રહણ નરી આંખે ઉપરાંત દૂરબીન, ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત 2082 ફાગણ સુદ પુનમ ને મંગળવાર તા. 3 જી માર્ચ, 2026 નું ગ્રહણ સિંહ રાશિ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થનારૂૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ત્રણ પ્રકારે જોવા મળશે જયારે ગ્રહણ પુર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકમાં અદ્દભુત જોવા મળશે. ગુજરાતમાં ગ્રસ્તોદિત દેખાશે. ભારતમાં ફળકથનો કરવાવાળા જ્યોતિષીઓ લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ કરશે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ: 14 કલાક 14 મિનિટ 25 સેક્ધડ, ગ્રહણ સંમીલન : 16 કલાક 34 મિનિટ 34 સેક્ધડ, ગ્રહણ મધ્ય : 17 કલાક 03 મિનિટ 46 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : 18 કલાક 47 મિનિટ 15 સેક્ધડ, ગ્રહણ મોક્ષ : 19 કલાક 53 મિનિટ 06 સેક્ધડ, પરમ ગ્રાસ : 1.155 ઉપરાંત સાડા પાંચ કલાક ગ્રહણ અવધિમાં 58 મિનિટ મધ્ય સ્થિરતા જોવા મળશે. નરી આંખે ખંડ-ખગ્રાસ ગ્રહણ જોઈ શકાશે. ગ્રસ્તોદિત-માંધ ગ્રહણ જોવું ઓળખવું મુશ્કેલ બને છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકે સ્વયં જાગૃતિ માટે આયોજન કરશે.ગ્રહણની વૈજ્ઞાનિક સમજ માટે જાથાના નિર્ભય જોશી, વિનુભાઈ ભટ્ટ, અમીયલ બાદી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ, મહેશ પટેલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રાજુભાઈ યાદવ, ભાનુબેન શેઠીયા, ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન ભટ્ટ સહિત કાર્યકરો જોડાવવાના છે.અંતમાં ગામેગામ જાગૃતો પોતાના વિસ્તાર, ગામમાં ગ્રહણ નિદર્શન સાથે ચા-નાસ્તો, નકારાત્મક ફળકથનોની હોળી કરી જાગૃતિ કેળવવા કાર્યક્રમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મો. 98252 16689 ઉપર મોકલવા અપીલ કરવામાં આવી છે.
