રજવાડીના વન ડે દાંડિયામાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓમાં ડખ્ખો : યુવક પર પાઇપ વડે હુમલો

શહેરમાં વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં રજવાડીના વન ડે દાંડિયા રાસમાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓ વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ચાર શખ્સોએ સ્લમ કવાર્ટરના યુવકને ગ્રાઉન્ડ…

શહેરમાં વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં રજવાડીના વન ડે દાંડિયા રાસમાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓ વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ચાર શખ્સોએ સ્લમ કવાર્ટરના યુવકને ગ્રાઉન્ડ બહાર બોલાવી પાઇપ વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતા ગૌરવ વસંતભાઇ ગોહીલ નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામા વિરાણી હાઇસ્કૂલ બહાર હતો ત્યારે રૂપેશ કુરબીયા અને નયન સહિત બે અજાણયા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત અને હુમલાખોર શખ્સો ગઇકાલે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલા રાજવાડીના વન ડે દાંડિયામાં રમવા માટે ગયા હતા. જ્યા રમતી વખતે પગ અડી જવા મુદ્દે ગૌરવના મિત્ર રોહન વાઘેલા સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલા હુમલાખોરોએ બહાર આવ તેમ કહી ગૌરવ ગોહીલને બહાર બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *