હળવદમાં કારખાનેદારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગનાર કથિત પત્રકાર ઝડપાયો

ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરનાર ’હળવદ બ્રેકિંગ’નો પત્રકાર જેલહવાલે મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન દ્વારા મળેલી વિગત મુજબ, ચરાડવા ગામના…

ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરનાર ’હળવદ બ્રેકિંગ’નો પત્રકાર જેલહવાલે

મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન દ્વારા મળેલી વિગત મુજબ, ચરાડવા ગામના એક કારખાનેદાર પાસે રૂૂપિયા પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં ’હળવદ બ્રેકિંગ’ નામના ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયેલા મેહુલ મશરૂૂભાઇ ભરવાડ (દોરાળા)ની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ, આરોપી મેહુલ ભરવાડ અને તેના સાથીદાર લાલા શાંતિભાઈ પરમારે ફરિયાદીને ગાંજા અથવા એનડીપીએસના ગંભીર ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ તે અંગેના સમાચાર વાયરલ કરવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હતી. આ મામલે ગત 18 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પત્રકાર તરીકે ઓળખ આપતો આરોપી મેહુલ ભરવાડ પત્રકારત્વને લગતી કોઈ ડિગ્રી કે કોર્સ ધરાવતો નથી. નોંધનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ કેમિકલ ચોરી જેવા ગુનાહિત ઇતિહાસમાં પણ સંડોવાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *