બગસરા એસ.ટી. વર્કશોપમાં 40થી વધુ વૃક્ષોનો બાળીને નાશ કરાયાનો આક્ષેપ

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે શું તાજેતરમાં જ બગસરામાં વર્કશોપ માં 40 થી વધુ વૃક્ષોનું બાળીને નાશ કરાયો બાળીને નાશ કરવાવાળાએ પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે…

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે શું તાજેતરમાં જ બગસરામાં વર્કશોપ માં 40 થી વધુ વૃક્ષોનું બાળીને નાશ કરાયો બાળીને નાશ કરવાવાળાએ પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મેં જાળવવા બાળીયા છે છતાં અધિકારીઓએ કોઈ પણ જાતનું એક્શન લીધેલ ન હતું પર્યાવરણ એટલે આપણી આસપાસ ફેલાયેલું આવરણ આપણી આસપાસ બધું જ માનવી અને પર્યાવરણ એકબીજા સાથે સંકળાયેલ છે પર્યાવરણમાં થયેલ થોડા બદલાવ પણ માનવ જીવન પર અસર કરે છે પર્યાવરણ અને માનવી એકબીજા પર નિર્ભર છે પર્યાવરણ આપણી રોજિંદા જીવન સાથે સંકળાયેલ છે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી પાંચ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

આપણી પર્યાવરણની રક્ષા કરવી જોઈએ જેથી પર્યાવરણ પણ આપણી રક્ષા કરે દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જ જાય છે. પર્યાવરણ ઝેરી ધુમાડા કેમિકલ સંયુક્ત પાણી અને અનેક પ્રદૂષણ ભણતા જાય છે જેના લીધે માનવીના સ્વસ્થાય દિવસ દિવસેને દિવસે ખરાબ થતા જાય છે વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની રક્ષા કરવી જોઈએ અને જગ્યાઓ પર વિવિધ કાર્યક્રમોનું વિશ્વ પર્યાવરણ દિવસે આયોજન કરવામાં આવે છે જેથી લોકો પર્યાવરણની જાળવણી કરવા પ્રત્યે સભાન બને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વનો સૌથી મોટો વાર્ષિક કાર્યક્રમ છે.

તાજેતરમાં જ બગસરામાં બસ સ્ટેન્ડ વર્કશોપ વર્કશોપનું નવનીકરણ પાંચ કરોડના ખર્ચે થાય છે જેમાં કોન્ટ્રાક્ટરને 40 થી વધુ ઝાડ નડતા હતા તો તેણે આગ લગાડી અને આ ઝાડવાનું નાશ કર્યો એટલે કે પર્યાવરણનો નાશ કર્યો તેની આસપાસ 50 મીટરની હદમાં એસટી ડેપો નો ડીઝલ પંપ ડીઝલ ભરેલો હતો અને બાજુમાં ડેપો મેનેજરનો રહેવાસી બંગલો તેણે કોન્ટ્રાક્ટર દ્વારા આ ઝાડવાને બાળીને નાશ કરવામાં આવ્યા તેમજ આસપાસ માં પણ ભરે આગ લાગતા નુકસાન જોવા મળ્યું હતું છતાં એસ.ટી વિભાગના અધિકારીઓ તથા ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનું આ કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવામાં આવી ન હતી. કોન્ટ્રાક્ટર ખુદ એમ કહે છે.

કે આ આગ મે લગાડી છે આ ઝાડવા મને નડતા હતા એટલે આગ મે લગાડી છે તો આમાં પર્યાવરણનું જતનની તો ક્યાં વાત જ આવી માત્ર અને માત્ર વર્ષમાં વિશ્વ પર્યાવરણ દિવસ તેવું નામ આપી પબ્લિક ની વચ્ચે જઈ અધિકારીઓને રાજકારણીઓ વૃક્ષ વાવી ફોટા પડાવી અને સોશિયલ મીડિયા ઉપર મૂકી બસ મનાવાઈ ગયો વિશ્વ પર્યાવરણ દિવસ બીજે દિવસે તો પાણી પીવડાવવાનું તો સાઈડમાં વાત ગઈ તેને તો ગાય બકરા વૃક્ષના છોડને ચાવતા હોય છે સરકારને આ બાબતે ધ્યાન દઈ જો ખરેખર જ વૃક્ષ નું જતન કરવું હોય તો ની વાત છે આવા વૃક્ષનું નાશ કરતા હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *