ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શન

12 સિંહોના મોત બાદ પાંચ તંદુરસ્ત સિંહો આરામ ફરમાવતા નજરે પડ્યા, વન વિભાગ અને સિંહપ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે…

12 સિંહોના મોત બાદ પાંચ તંદુરસ્ત સિંહો આરામ ફરમાવતા નજરે પડ્યા, વન વિભાગ અને સિંહપ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ

ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે આશાનું કિરણ જોવા મળ્યું છે. ખાપટ ગામનીસીમ માં લાંબા સમય બાદ પાંચ સિંહોનો તંદુરસ્ત પરિવાર મુક્તપણે વિહરતો નજરે પડતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 15 દિવસથી ગીરની પશ્ચિમ અને પૂર્વ રેન્જમાં ફેલાયેલા ઘાતક વાયરસે 12 જેટલા સિંહોનો ભોગ લીધા બાદ આ દ્રશ્યે સૌના ચહેરા પર સ્મિત ફેરવ્યું છે.

વાયરસના કાળા ઓછાયા બાદ સોનેરી સવાર ઊગી છે ગીરના જંગલમાં હાલમાં ફેલાયેલાઅજાણ્યાવાયરસે વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દીધા હતા. માત્ર 15 દિવસમાં 12 સિંહોના મૃત્યુથી સમગ્ર તંત્ર હચમચી ગયું હતું. વાયરસને કાબૂમાં લેવાસરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને બીટ ગાર્ડ સુધીના તમામ કર્મચારીઓએ રાત-દિવસ એક કરી સઘન પ્રયાસો આદર્યા હતા.આ ભગીરથ પ્રયાસોનું પરિણામ હવે દેખાવા લાગ્યું છે. ખાપટ ગામની સીમમાં રાત્રિના સમયે પાંચ સિંહો સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વન વિભાગના સૂત્રો મુજબ, આ સિંહો મોડી રાત્રે શિકારની શોધમાં બહાર નીકળે છેઅને સવાર પડતા પહેલા જંગલ તરફ પરત ફરે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના સિંહોએ માનવ વસાહત ના સીમાડાઓને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે. ખાપટ જેવા રેવન્યુ વિસ્તારોમાં સિંહોની નિયમિત અવર-જવર જોવા મળે છે. ગ્રામજનો પણ હવે સિંહો સાથે સહઅસ્તિત્વ શીખીગયાછે.વનવિભાગ દ્વારા આ સિંહો પર 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તકેદારીના ભાગરૂૂપે, વન વિભાગ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે ગામમાં મૃત્યુ પામેલા કોઈપણ માલઢોરનો મૃતદેહ સિંહો સુધી નપહોંચેસડેલુંમાંસખાવા થી સિંહોને ચેપ લાગવાનો ભય રહેતો હોવાથી આખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

સિંહ સુરક્ષિત તો ગીર સુરક્ષિતનાયબ વન સંરક્ષકના જણાવ્યા મુજબ, વાયરસના કારણે અમે ખૂબ ચિંતિત હતા. પરંતુ ખાપટમાં તંદુરસ્ત સિંહ પરિવારના દર્શનથી અમને નવી ઊર્જા મળી છે. અમારી ટીમો સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરી રહી છે. સિંહોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સ્થાનિક સિંહપ્રેમીઓએ પણ આ ઘટનાને ગીર માટે શુભ સંકેત ગણાવી છે.એશિયાટિક સિંહ એ ગુજરાત ની શાન છે અને તેનું સંરક્ષણ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *