જામનગર જિલ્લામાં ગેરકાયદે વસતા 12 શકમંદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

ગુજરાતની આંતરિક શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં શરૂૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન…

ગુજરાતની આંતરિક શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં શરૂૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ અને તપાસ માટે પોલીસની વિવિધ ટીમો મેદાનમાં ઉતરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારો, મજૂર વસાહતો, ભાડાના મકાનો, ધાર્મિક સ્થળો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જામનગર શહેર અને મેઘપર પોલીસ મથકના કાર્યક્ષેત્રમાંથી શંકાસ્પદ ગણાતા 12 જેટલા વ્યક્તિઓને પોલીસ દ્વારા પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની ઓળખ, રહેણાંક, દસ્તાવેજો અને નાગરિકતા અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે. દરેડ જીઆઈડીસી વિસ્તાર, મેઘપર પોલીસ મથક હદ તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન સહિત અન્ય સ્થળોએ પોલીસ દ્વારા દસ્તાવેજોની તપાસ, ઓળખ ચકાસણી અને સ્થળ પર પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા શંકાસ્પદ વ્યક્તિઓના આધાર પુરાવા, ઓળખપત્રો અને અન્ય જરૂૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે.

હાલમાં તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી કોઈપણ વ્યક્તિ અંગે અંતિમ નિર્ણય ચકાસણી પૂર્ણ થયા બાદ જ લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ સઘન ચેકિંગ અને તપાસ અભિયાન યથાવત્ રાખવામાં આવશે. પોલીસ તંત્રએ નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી હોય તો નજીકના પોલીસ મથકને જાણ કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *