ઉત્કર્ષ સ્કૂલમાં તમામ શિક્ષકો – છાત્રોના ગોખણીયા જવાબ

ત્રીજા માળેથી છાત્રના પડવાની કે ફેંકવાની ભેદી ઘટનામાં તપાસ સમિતિ ચકરાવે ચડી, સીસીટીવી ફૂટેજ જોવાની જરૂર નથી: જિલ્લા શિક્ષણ અધિકારીનો શંકાસ્પદ જવાબ 27 જાન્યુઆરીએ છાત્રને…

ત્રીજા માળેથી છાત્રના પડવાની કે ફેંકવાની ભેદી ઘટનામાં તપાસ સમિતિ ચકરાવે ચડી, સીસીટીવી ફૂટેજ જોવાની જરૂર નથી: જિલ્લા શિક્ષણ અધિકારીનો શંકાસ્પદ જવાબ

27 જાન્યુઆરીએ છાત્રને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ભાંડો ફૂટવાની બીકે તાત્કાલિક રજા લેવડાવી ગામડે મોકલી દેવાયો?

રાજકોટમાં અક્ષરમાર્ગ ઉપર આવેલી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સમાં ત્રીજા માળે આવેલા કલાસરૂમની બારીમાંથી ધો.11ના છાત્રના પડી જવાની શંકાસ્પદ ઘટના શાળા સંચાલકોએ ઢાંકો ઢુંબો કરવા છતા જાહેર થઇ જતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે રચેલી સમિતિ સમક્ષ તમામ શિક્ષકો-છાત્રો અને વાલીઓએ એક સરખા જ ગોખણીયા જવાબો આપતા તપાસ સમિતિ પણ ચકરાવે ચડી ગઇ છે.

જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલે જણાવ્યં હતું કે, ઉત્કર્ષ સ્કુલની ઘટનામાં ત્રણ સભ્યોની રચેલી તપાસ સમિતિએ ઘટના સમયે હાજર છાત્રો તથા શિક્ષકોના નિવેદનો નોંધ્યા હતા. પરંતુ તમામે એક સરખા જ જવાબો આપ્યા હતા. જયારે ભોગ બનનાર વિદ્યાર્થી કે તેના પરિવારજનોએ ફરીયાદ નોંધાવવાની ના પાડી દીધી છે. આમ છતાં તપાસ સમિતિ દ્વારા તથ્યો અંગે તપાસ ચાલુ રાખવામાં આવશે. હજુ માત્ર પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે પરંતુ તથ્યોની તપાસ ચાલી રહી છે.

જો કે, શાળા સંચાલકો દ્વારા ઘટનાના સીસીટીવી જાહેર કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા રચાયેલ તપાસ સમિતિ દ્વારા પણ સીસીટીવીની ચકાસણી કરવામાં નહીં આવતા નવી જ શંકાઓ જાગી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે તમામ છાત્રો અને શિક્ષકોના નિવેદનો એક સરખા જ હોવાથી સીસીટીવી ફુટેજ ચેક કરવાની જરૂર જણાતી નથી.

આમ તથ્યો તપાસવાની વાત કરતા ડીડીઓને પણ આ ગંભીર અને શંકાસ્પદ ઘટનામાં સીસીટીવી ફુટેજના તથ્ય ચકાસવાનું પણ યોગ્ય લાગતું નથી તે બાબત અત્યંગ શંકાસ્પદ અને આશ્ચર્યજનક છે.

ડીઇઓ કચેરીએ પણ આ પ્રકરણમાં શંકાસ્પદ વલણ અપનાવ્યું છે ત્યારે ગત તા.27ના રોજ ઘટના બની તે દિવસે છાત્રને વોકહાર્ટ હોસ્પીટલમાં પણ એડમીટ કરાયો હતો અને ડાબા હાથમાં ફેકચર જેવી ઇજાની સારવાર પણ કરાવાઇ હતી. પરંતુ પ્રકરણને દબાવવા શાળા સંચાલકોએ બાળકને હોસ્પિટલમાંથી રજા અપાવી તેના વતન ભેગો કરી દીધાની ચર્ચા છે

.
એક એવી પણ વિગત બહાર આવી છે કે, આંતરીક પરિક્ષામાં વિદ્યાર્થીને 50 માંથી 30 માર્કસ આવતા અન્ય છાત્રોની હાજરીમાં ખુબ જ અપમાનિત કરાયો હતો અને ત્યારબાદ આ શંકાસ્પદ ઘટના બની છે ત્યારે તંત્ર પણ વાસ્તવીક ઘટનાને દબાવી પાપના પોટલા બાંધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *