ગુજરાતમાં બર્ફિલા પવનના કારણે ઠંડીનો નવો રાઉન્ડ, તાપમાનમાં ઘટાડો

ગુજરાતમાં ફરી બર્ફિલા પવનો ફૂંકાવાનું શરૂ થતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં તાપમાનમાં 3.4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં સરેરાશ 10…

ગુજરાતમાં ફરી બર્ફિલા પવનો ફૂંકાવાનું શરૂ થતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં તાપમાનમાં 3.4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં સરેરાશ 10 થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હોવાથી તાપમાન ગગડ્યુ છે અને નલિયામાં તાપમાનનો પારો 7 ડિગ્રી તથા રાજકોટમાં 10.5 ડિગ્રીએ સરકી ગયો છે. આ સિવાય અમદાવાદમાં 12.8, અમરેલીમાં 11.6, વડોદરામાં 13.8, ભુજમાં 11.2, ડીસામાં 11.3, દિવમાં 11.9 અને પોરબંદરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-2024 અને ડિસેમ્બર-2025માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના 31 દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 22 વખતલ 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર 4 વખત પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *