ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

ન્યૂઝીલેન્ડમાં રમાતી મેચ ટેસ્ટ મેચની છેલ્લી મેચ હશે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઈ રહેલી…

ન્યૂઝીલેન્ડમાં રમાતી મેચ ટેસ્ટ મેચની છેલ્લી મેચ હશે

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હશે. ત્યાર બાદ મેદાન પર બેન સ્ટોક્સનો જલવો જોવા નહીં મળે. સ્ટોક્સે પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂૂઆત 2011માં વ્હાઇટ બોલ ફોર્મેટથી કરી હતી.

ડિસેમ્બર 2013માં તેણે એડિલેડમાં એશેઝ સીરિઝ દરમિયાન પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સ્ટોક્સ એપ્રિલ 2022થી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. બેન સ્ટોક્સે વર્ષ 2019ના વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેના કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી અને ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. એ જ વર્ષે હેડિંગ્લીમાં રમાયેલી એશિઝ ટેસ્ટમાં તેણે એકલા હાથે અણનમ 135 રન બનાવી ઇંગ્લેન્ડને એવી ઐતિહાસિક જીત અપાવી હતી, આ ઉપરાંત, વર્ષ 2016માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં તેણે 258 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જે તેના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર છે. પોતાની કેપ્ટન્સીમાં પણ તેમણે ઇંગ્લેન્ડને અનેક યાદગાર જીત અપાવી હતી.

બેન સ્ટોક્સે પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 121 ટેસ્ટ, 114 વનડે અને 43 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 34.58ની સરેરાશથી 7,228 રન બનાવ્યા છે અને સાથે જ 246 વિકેટ ઝડપી છે. વનડે ક્રિકેટમાં તેણે 99 ઇનિંગ્સમાં 41.22ની સરેરાશથી 3,463 રન બનાવ્યા છે તેમજ 74 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેન સ્ટોક્સે 585 રન બનાવ્યા છે અને સાથે 26 વિકેટ પણ ઝડપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *