લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂ

રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી…

રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુન: શરૂૂ કરવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ ક્ધસ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ તારીખ 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂૂ કરી દેવામાં આવ્યા છે:

પુન: શરૂૂ કરાયેલા સ્ટોપેજની વિગતમાં ટ્રેન સંખ્યા 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ: 28.02.2026થી શરૂૂ, ટ્રેન સંખ્યા 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ: 01.03.2026થી શરૂૂ તથા ટ્રેન સંખ્યા 59552 ઓખા-રાજકોટ લોકલ: 28.02.2026થી શરૂૂ અને ટ્રેન સંખ્યા 59551 રાજકોટ-ઓખા લોકલ: 28.02.2026 થી શરૂૂ
હવે ઉપરોક્ત ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેનોના પરિચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *