જામનગરના ધરારનગરના તમામ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રોગચાળો ફાટી નીકળ્યા પછી તંત્ર જાગ્યું : ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા, ડોર ટુ ડોર સરવે શરૂ જામનગર માં કોલેરા ના ડઝન થી વધુ શંકાસ્પદ…

રોગચાળો ફાટી નીકળ્યા પછી તંત્ર જાગ્યું : ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા, ડોર ટુ ડોર સરવે શરૂ

જામનગર માં કોલેરા ના ડઝન થી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 3 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ મળી ચૂકયા છે. અને આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર માં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 35 થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે. આજ બપોર સુધીમાં 3 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આથી જામનગર જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર ના બે કિલોમીટરના વિસ્તાર ને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે 27 દર્દીઓ ઝાડા અને પેટ ની બીમારી ની સારવાર માટે દાખલ થયા હતા જેમાં આજે પાંચ દર્દીનો વધારો થયો હતો. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમના જરૂૂરી પરીક્ષણ કરવામાં આવી રહૃાા છે અને સારવાર શરૂૂ કરી દેવામાં આવી છે. જો કે દર્દીઓના લેવાયેલા નમુનાનો રિપોર્ટ મંગળવાર સુધીમાં આવવાની શક્યતા છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર તમામ દર્દીના રોગના લક્ષણો કોલેરા જેવા જ હોવાનું જણાયું છે. આમ તેઓ કોલેરાગ્રસ્ત બન્યા છે. હાલ તમામ દર્દીઓ દાખલ છે, તેમાંથી સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ધરાર નગર – 1 ના વિસ્તારના છે. અમુક ધરાર નગર – 2, દરેડ, શંકર ટેકરી, ગુલાબનગર ના પણ દર્દીઓ છે.

બીજી તરફ આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગ ની ટીમ પણ દોડધામ કરી રહી છે. અને પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન લીકેજિંગ જણાય તો લીકેજિંગ બંધ કરવામાં આવી રહ્યા છે. તેમજ ગટરના ગંદા પાણી પાઇપલાઇનમાં ઘુસી ગયા છે કે કેમ ? તે અંગે ની તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂૂરી આનુસંગિક કામગીરી પણ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

સ્થાનિક વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવી રહી છે.સ્થાનિક વિસ્તાર માં ખાસ ઓપીડી વિભાગ શરૂૂ કરી દેવાયો છે. જરૂૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવી રહૃાું છે. આમ જામનગરનો ધરારનગર -1 નો વિસ્તાર હાલ કોલેરાની ઝપટે ચડી ગયો છે.આજે ત્રણ દર્દીઓ રિપોર્ટ પોઝિટિવ મળતા આ વિસ્તાર ને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.તેમજ ગોલા આને પાણીપૂરી નું વેચાણ બંધ કરવા આદેશ કરાયો છે. આ વિસ્તારના સ્થાનિક આગેવાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ડહોળા અને ગંદા પાણી વિતરણ થતાં હોવાની વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી છતાં પણ મહાનગરપાલિકા ના નિંભર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું આખરે જેની દહેશત હતી તે રોગચાળો ફાટી નીકળતા જ કુંભકરણ ની નિંદ્રામાંથી તંત્ર હવે સજાગ થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *